પ્રમાણિકતા ના ઉમદા ઉદારણે માનવતા મહેકાવતી ઘટના - At This Time

પ્રમાણિકતા ના ઉમદા ઉદારણે માનવતા મહેકાવતી ઘટના


સુરત પ્રમાણિકતા નું ઉમદા ઉદારણ માનવતા મહેકાવતી ઘટના.યોગીચોક, પ્રમુખછાયા સોસાયટીમાં રહેતા અશોકભાઈ મુંજાણી ઘરનું મકાન લેવા માટે પોતાના ઘરેણા વેચીને રૂપિયા લાવતા હતાં, ત્યારે કમનસીબે રસ્તામાં ૪ લાખ રૂપિયા પડી ગયા હતા.

જે મહાલક્ષ્મી સોસાયટી, યોગીચોક ખાતે પૂજ્ય પાંડુરંગદાદા સ્વાધ્યાય પરીવાર સાથે જોડાયેલા, ભાડાના મકાનમાં રહેતા મુકેશભાઈ તળાવીયા (ગામ : ઢસા-આંબરડી) ને મળ્યા અને તેમણે પ્રસંગમાં વતન જવાનું કેન્સલ કરી કોઈના ગુમ થઈ ગયેલાં પૈસાનું દુઃખ સમજ્યા અને માનવતા દાખવીને આ રૂપિયા મૂળ માલિક અશોકભાઈને પરત કર્યા.
આ ઘટનાએ સંવેદનશીલ અને લાગણીસભર અભિગમથી પ્રેમ, સદભાવના, કરુણા અને તંદુરસ્ત સમાજના નિર્માણ થકી રામરાજ્યને સાર્થક કરતો દાખલો બેસાડ્યો છે, એ બદલ પરિવારનું શાલ ઓઢાડીને રાજ્ય ના શિક્ષણ મંત્રી એ સન્માન કર્યું.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.