૫૯ ધંધુકા વિધાનસભા ચૂંટણીમાં ૧૦૦ ટકા મતદાન લોકતંત્ર ને મજબૂત કરશે.
૫૯ ધંધુકા વિધાનસભા ચૂંટણીમાં ૧૦૦ ટકા મતદાન લોકતંત્ર ને મજબૂત કરશે.
સત્ય અર્ધસત્ય અને અસત્યના પ્રચાર યુદ્ધ પછી ચૂંટણી મતદારોના હાથમાં
૫૯ ધંધુકા વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે જે દિવસ લોકશાહી પર્વ ઉજવનો દિવસ છે રાજકીય પક્ષોના સાચા ખોટા પ્રચાર બાદ મતદાન શાંતિપૂર્ણ નિર્ણય લઈ પોતાના મતાધિકાર નો ઉપયોગ કરશે પ્રશાસન દ્વારા શાંતિપૂર્ણ રીતે ચૂંટણી કાર્ય પૂરું થાય તે માટે સંપૂર્ણ ચાપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે
ચૂંટણીએ લોકશાહીનું પર્વ છે લોકશાહીને જીવંત રાખવાનો એક માધ્યમ છે લોકો વડે ચૂંટાઈને દેશની લોકસભા, વિધાનસભા જિલ્લા અને તાલુકા પંચાયત કે નગરપાલિકા અને ગ્રામ પંચાયત જેવા સ્થાનિક સ્વરાજ્યમાં ગયેલા પ્રતિનિધિઓ લોક વિચાર નું પ્રતિબિંબ છે લોક જાગૃતિ લોક વિચારનો પડઘો છે.
બહુજન સમાજનું પ્રતિબિંબ છે આધુનિક ભારતનો એક ચહેરો છે મતદાન કરવું અને પ્રજાસત્તાક ગણતંત્રને જીવિત રાખવું તે પ્રત્યક્ષ નાગરિકની ફરજ છે.
ભારતમાં વસતા દરેક નાગરિકોની રોજી, રોટી, કપડા, મકાન આરોગ્ય સલામતી અભ્યાસ તેમજ સુખ શાંતિની જરૂરિયાતો સંતોષાય તે માટે લોકો દ્વારા ચૂંટાયેલી સર્વ ધર્મના લોકોના ઉત્કૃષ્ટ ઉદ્ધાર માટે કામ કરી એક સ્થિર સરકારની જરૂર છે.
૫૯ ધંધુકા વિધાનસભા ક્ષેત્રમાં વસતા તમામ નાગરિકો ૧૦૦ ટકા મતદાન કરી લોકતંત્ર પ્રત્યે સભાનતા દાખવી એ નાત જાત ધર્મના વિભાજિત સંકુચતી વાડા તરફ ધ્યાન ન આપી કોઈ પણ જાતના લે ભાગું વચનો કે પ્રલોભનો માં ના આવી કોઈ પક્ષની વાણી વિલાસ ને બે ખૂબી કે માર્કેટિંગ ઉપર ધ્યાન ન આપી વિધાનસભા ચૂંટણીમાં ઊભા રહેલ તમામ પક્ષોના પ્રતિનિધિઓ તેમના પક્ષની કામગીરીનું વર્ગીકરણ કરી લોકશાહી પ્રત્યે સંપૂર્ણ જાગૃતિ દાખવી યોગ્ય લાયક લોક પ્રતિનિધિ ને ચુટવા મતદાન કરો એક એક કીમતી મત ભારતનુ ભાવિ નક્કી કરશે ભારતની ભાવી નસલ (પેઢી) ની સલામતી તેમજ વિકાસ ને નક્કી કરશે ૧૦૦% મતદાન કરી દેશની લોકશાહી તરફ જાગૃતતા નો વધુ એક રેકોર્ડ કાયમ કરવા સૌનો સહિયારો પ્રયાસ કરવાની આવશ્યકતા છે.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.