*તલોદની મત્સ્ય સખી મંડળની મહિલાઓ મત્સ્યપાલન કરી બની આર્થિક રીતે સધ્ધર* - At This Time

*તલોદની મત્સ્ય સખી મંડળની મહિલાઓ મત્સ્યપાલન કરી બની આર્થિક રીતે સધ્ધર*


*તલોદની મત્સ્ય સખી મંડળની મહિલાઓ મત્સ્યપાલન કરી બની આર્થિક રીતે સધ્ધર*
**********
*છેલ્લા છ મહિનામાં ૧.૫૦ લાખથી વધુની કમાણી કરી*
*************
*બહેનો માટે મુખ્ય વ્યવસાય ખેતી/મજૂરી સાથે મત્સ્યપાલન બની પૂરક રોજીનું સાધન*
*************

આજથી પાંચ/છ વર્ષ પહેલા છ વિઘા જમીનમાં ખેતી કરતા જે આવક મળતી હતી તે ખેતી અને ઘર ખર્ચમાં વપરાઇ જતી હતી. ખેતી સિવાય આવક માટે બીજુ કંઇ સાધન ન હતુ.ટીંબા ગામમાં એક મોટું તળાવ હતું. ગ્રામ પંચાયત દ્વારા અમને મત્સ્ય પાલન અને તે માટે મળતી વિવિધ યોજના અંગે જાણકારી મળતા આજે અમારા સખી મંડળ દ્વારા મત્સ્ય પાલન કરીને છેલ્લા છ મહિનામાં ૧.૫૦ લાખથી વધુની કમાણી કરી છે. આ શબ્દો છે મત્સ્ય સખી મંડરના ભવનાબેન પરમારના.
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ટીંબા ગામના મત્સ્ય સખી મંડળને ટીંબા તળાવ ઉપર મત્સ્યપાલનનો ઇજારો મળતા ભાવનાબેન અને તેમના મંડળની દસ બહેનોને રોજગારી મળતી થઇ છે.
ભાવનાબેન જણાવે છે કે અમે પહેલા છ વિઘામાં ખેતી કરતા હતા.જેમાં વર્ષે ૫૦ થી ૬૦ હજારની ઉપજ મળતી હતી. જેમાં મોટાભાગની રકમ ખર્ચમાં જતી રહેતી હતી.મત્સ્યોદ્યોગ વિભાગ હિંમતનગર દ્રારા મને અને મારા મંડળને ટીંબા તળાવ ઉપર ઇજારો આપવામાં આવ્યો. આ સાથે મત્સ્ય પાલન માટે સરકાર તરફથી જાળીની સહાય આપવામાં આવી અને માછલીના બિયારણ ખરીદી કરવા માટે સખી મંડળને લોન આપવામાં આવી. આ રકમથી અમે કટલા, રહુ, મિરગલ જેવી સારી ક્વોલીટીના મત્સ્ય બીજ ખરીદ્યા.આ માછલીઓ લગભગ દોઢ વર્ષમાં તૈયાર થાય છે. જેમાં એક માછલીનું વજન ૫૦૦ થી ૭૦૦ ગ્રામ જેટલુ થાય છે.

અમારા મંડળે છેલ્લા છ મહિનામાં ૧.૫૦ લાખ જેટલી આવક મેળવી છે.મત્સ્યપાલન થકી અમારૂ જીવન ધોરણ સુધર્યું છે. અમારા મુખ્ય વ્યવસાય ખેતી/મજૂરી સાથે મત્સ્યપાલન પૂરક રોજીનું સાધન બની છે.
રાજ્ય સરકાર તરફથી મત્સ્યપાલન ઉધોગ સાથે સંકળાયેલા લોકોને પધ્ધતિસરની તાલીમ આપી વધુ સારી રીતે રોજગારી મેળવી શકે તે માટે વિવિધ યોજનાઓ અને સાધન સહાય પૂરી પાડવામાં આવે છે. જેમાં પ્લસ્ટિક કેટ, બોટો, જાળો, પેટોલીગ કમ ફીશ કલેક્શન બોટ વગેરે સહાય આપવામાં આવે છે.
૦૦૦૦૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.