માલવણ આર્ટ્સ કૉલેજમાં વ્યાખ્યાન યોજાયા
માલવણ આર્ટસ કોલેજના સંસ્કૃત વિભાગમાં બે વ્યાખ્યાનો યોજાયા. પ્રિન્સિપાલ શ્રી સી. એમ પટેલના જણાવ્યા અનુસાર માલવણ આર્ટ્સ કોલેજમાં ડૉ.પરેશ પારેખ અને ડૉ. હિતેષ કુબાવત જેઓ મુનપુર આર્ટ્સ કોલેજના સંસ્કૃત વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે, તેમણે માલવણ આર્ટ્સ કોલેજમાં સંસ્કૃતના વિષયો પર ખૂબ જ સુંદર વ્યાખ્યાનો આપ્યા હતા. આ કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ.નરેશ વણઝારાએ કર્યું હતું, તેમજ પ્રારંભિક પ્રાર્થના વિદ્યાર્થીની ઇલા રાવલે કરી હતી. ડૉ. દિનેશભાઈ પરમારે મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ડૉ.સી.એમ પટેલે અભિવાદન કર્યું હતું.ડૉ. જાગૃતિબેન શાહે આભાર વિધિ કરી હતી, તેમજ મનોવિજ્ઞાન વિભાગમાંથી ડૉ. નરેશ મૌર્યે પ્રતિભાવો આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં ૨૫૦ થી વધુ વિદ્યાર્થીઓ સહભાગી થઈ આ બંને મિત્રોના વ્યાખ્યાનનો લાભ લીધો હતો. સમગ્ર માલવણ કૉલેજ પરિવારનો આ ક્ષણે સંસ્કૃત વિભાગ આભાર માને છે.
બ્યુરો ચીફ, વિનોદ પગી પંચમહાલ
મો,8140210077
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.