છ વર્ષની બાળાનું અપહરણ કરી અડપલાં કરનાર ઇસમને ગણતરીનાં કલાકોમાં ઝડપી પાડતી - At This Time

છ વર્ષની બાળાનું અપહરણ કરી અડપલાં કરનાર ઇસમને ગણતરીનાં કલાકોમાં ઝડપી પાડતી


ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા જેસર તથા બગદાણા પોલીસ ટીમ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇ.ચા. પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી. પી.બી જેબલીયા તથા શ્રી પી.આર.સરવૈયા એલ.સી.બી. સ્ટાફનાં માણસો બગદાણા પોલીસ સ્ટેશન તથા જેસર પોલીસ સ્ટેશનનાં અધિકારી સ્ટાફને જેસર પોલીસ સ્ટેશન હેઠળનાં બનાવમાં આરોપીને તાત્કાલિક ઝડપી પાડવા માટે સખત સુચના આપેલ.

ભાવનગર,એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડનાં માણસ, બગદાણા પોલીસ સ્ટેશન તથા જેસર પોલીસ સ્ટેશનનાં અધિકારી સ્ટાફનાં માણસોએ આ બનાવ બનતાં તાત્કાલિક નાકાબંધી કરવામાં આવેલ અને પોલીસની સધન પેટ્રોલીંગ કરવામાં આવેલ. તેના કારણે પોલીસની બીકથી આરોપીએ ભોગ બનનાર બાળકીને બગદાણા પોલીસ સ્ટેશન પાસે આવેલ નંદીગામ પાસે છોડી ભાગી ગયેલ હતો પોલીસ દ્વારા આ બનાવની આજુ-બાજુમાં રહેતાં પાણસો પાસેથી માહિતી મેળવી બાળકીને લઇ જવા અંગેનો રૂટ નક્કી કરી રૂટ ઉપર આવેલ સી.સી.ટી.વી. ફુટેજ આધારે આરોપીની ઓળખ કરી છ વર્ષની બાળાનું અપહરણ કરી તેના શરીરે અડપલા કરનાર ઇસમને ગણતરીનાં કલાકોમાં ઝડપી પાડી જેસર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ,

આરોપી- જસુભાઇ નાજુભાઇ બારૈયા રહે.બેડા તા જેસર જી.ભાવનગર

કામગીરી કરનાર પોલીસ ય

ઈં.ચા. પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.સીંગરખીયા શ્રી પી.બી કેબલીયા, શ્રી પી.આર સરવૈયા તથા સ્ટાફનાં ભદ્રેશભાઈ પંડયા,

તરૂણભાઇ નાંદવા, મહેન્દ્રસિંહ સરવૈયા, જગદિશસિંહ ગોહિલ જેએમ ગઢવી પો.સબ ઇન્સ., બગદાણા પો.સ્ટે. તથા નીલાબેન ભાસ્કરભાઇ તથા સ્ટાફ આર.એ વાઢેર પો.સબ ઇન્સ., જેસર પો.સ્ટે. તથા સ્ટાફનાં જ વણભાઇ ભમ્મર, શનિર્મિક ગોહિલ,સંદિપભાઇ ઝીંઝુવાડીયા

રિપોર્ટ ભુપત ડોડીયા બગદાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon