ગાંધીગ્રામની ભાવના એક પ્રેમીને છોડી બીજા સાથે રહેતી હતીઃ બીજા પ્રેમીએ પતાવી દીધી’તી
શહેરની ભાગોળે બામણબોર નજીકના ગુંદાળા ગામની સીમમાંથી શનિવારે અજાણી યુવતિની ક્રુર હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ યુવતિની ઓળખ થઇ જવા સાથે રહસ્યમય હત્યાનો ભેદ પણ ખુલી ગયો છે. યુવતિ ગાંધીગ્રામ શાસ્ત્રીનગરના એક યુવાન સાથે કેટલાક વર્ષથી લીવ ઇન રિલેશનશીપથી રહેતી હતી. આ પછી તે આ યુવાનને છોડીને બીજા એક યુવાન સાથે રહેવા માંડી હતી. આ યુવાન સાથે તેણીને કોઇ વાતે વાંધો પડતાં તેણીને ખોટુ બોલી ઘટના સ્થળે લઇ જવામાં આવી હતી અને ત્યાં જ તેણીને છરીના અડધો ડઝન જેટલા ઘા પેટ, પડખા, બેઠક, ગુદ્દા માર્ગે ઝીંકી દઇ ક્રુરતાથી પતાવી દેવામાં આવી હતી. હત્યામાં એક કરતાં વધુ આરોપીઓની સંડોવણીની શંકાએ બેથી ત્રણ શખ્સોની પુછતાછ કરવામાં આવી રહી છે.
આ બારામાં એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઇ જે. એસ. ગામીતે ફરિયાદી બની અજાણ્યા વિરૂધ્ધ હત્યા રહસ્યમય હત્યાની આ ઘટના જાહેર થતાં એરપોર્ટ પોલીસ મથકના પીઆઇ જે. એસ. ગામીતે ફરિયાદી બની અજાણ્યા વિરૂધ્ધ આઇપીસી ૩૦૨, ૧૩૫ મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો. હત્યાનો ભોગ બનેલી આશરે ૩૦ થી ૩૫ વર્ષની યુવતિ કોણ? હત્યા કોણે અને શા માટે કરી? એ મુદ્દે તપાસ કરવા એરપોર્ટ પોલીસની ટીમ કામે લાગી હતી. સાથે સાથે ક્રાઇમ બ્રાંચના ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીબી બી. બી. બસીયાની રાહબરીમાં પીઆઇ વાય. બી. જાડેજા, પીઆઇ બી. ટી. ગોહિલ, પીએસઆઇ એમ. જે. હુણ, પીએસઆઇ એન. ડી. ડામોર, એલસીબી પીએસઆઇ બી. વી. બોરીસાગર, વિજેન્દ્રસિંહ ઝાલા અને તેમની ટીમો પણ આ ભેદ ઉકેલવા કામે લાગી હતી. દરમિયાન યુવતિના હાથમાં અંગ્રેજીમાં રૂપેશ ત્રોફાવેલુ છે તે ફોટા અને મૃતદેહના ફોટો વાયરલ થયા હોઇ તેના આધારે મહત્વની કડી મળી હતી અને હત્યાનો ભોગ બનેલી યુવતિ ગાંધીગ્રામ રામપીર ચોકડી નજીક શાસત્રીનગરમાં રહેતી ભાવના રૂપેશ નિમાવત હોવાનું ખુલ્યું હતું.
ભાવનાને પડખામાં, પેટમાં, બેઠકની બંને તરફ તેમજ ગુદામાં છરીના ઘા ઝીંકાયા હતા. એક ઘા એવો હતો કે પેટમાંથી આંતરડું પણ બહાર આવી ગયું હતું. ઓળખ થઇ જવાની સાથે સાથે પોલીસ સમક્ષ પ્રાથમિક વિગતો સામે આવી હતી. ભાવના છેલ્લા કેટલાક વર્ષથી ગાંધીગ્રામ શાસ્ત્રીનગર
ના રૂપેશ નિમાવત સાથે લિવ ઇન રિલેશનથી રહેતી હતી. જેના કારણે ક્રાઇમ બ્રાંચની ટીમે રૂપેશને પુછતાછ માટે ઉઠાવી લીધો હતો. જો કે તેની પુછતાછમાં નવી જ વિગતો સામે આવી હતી. જેના આધારે વધુ એક શખ્સ તરફ આંગળી ચીંધાઇ હતી.
પોલીસને વિગતો મળી હતી કે કેટલાક સમય પહેલા ભાવના રૂપેશને છોડી ચુકી હતી અને હવે ગાંધીગ્રામ વિસ્તારના જ કોઇ બીજા નર સાથે રહેતી હતી. આ યુવાન એટલે કે પ્રેમીને તેણી પોતાની સાથે લગ્ન કરી લેવાનું પણ કહેતી હતી. પણ પ્રેમી કદાચ લગ્ન કરવા ઇચ્છતો નહોતો અથવા તો બીજી કોઇ વાત વાંધો પડતાં તેણીને પ્રેમી ફરવાના બહાને કે બીજુ કોઇ ખોટુ બહાનુ બતાવી ઘટના સ્થળે ગુંદાળાની સીમમાં લઇ ગયો હતો અને ત્યાં તેની ક્રુરતાથી હત્યા નિપજાવી હતી. આ પ્રેમી, તેના પિતા સહિતની પુછતાછ કરવામાં આવી રહી છે. હત્યામાં એક કરતાં વધુની સંડોવણીની શંકાએ બે ત્રણ શખ્સોની પુછતાછ હાથ ધરવામાં આવી રહી છે. ક્રાઇમ બ્રાંચની ટીમો સતત બે રાતથી મહેનત કરી રહી હોઇ અંતે ભેદ ઉકેલવામાં સફળતા હાથવગી હોવાનું જાણવા મળે છે.
જો કે હત્યાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. પુરતી વિગતો એકઠી થયા બાદ અને આરોપીઓ દ્વારા કબુલાત થયા બાદ જ વિધીસર વિગતો જાહેર કરવામાં આવશે. ક્રાઇમ બ્રાંચના પીઆઇ વાય. બી. જાડેજા, પીઆઇ બી. ટી. ગોહિલ અને તેમની ટીમોએ તપાસ યથાવત રાખી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.