લાઠી તાલુકા માં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આરોગ્ય કેમ્પ - At This Time

લાઠી તાલુકા માં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આરોગ્ય કેમ્પ


લાઠી તાલુકા માં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આરોગ્ય કેમ્પ

લાઠી તાલુકા માં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત વિકાસ રથ નું માલવિયા પિપરિયા અને અલી ઉદેપુર ખાતે આગમન થયું હતું. લાઠી ના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતભાઈ સુતરીયા, રાજુભાઈ ભુતૈયા, ઘનશ્યામભાઈ સાવલિયા વગેરે પદાધિકારીઓ ની ઉપસ્થિતિ માં સ્વાગત અને દિપ પ્રાગટ્ય બાદ આરોગ્ય મેળા ની શરૂઆત કરી હતી. જેમાં બીપી ડાયાબિટસવાળા દર્દીઓ ની તપાસ, ટીબી ની તપાસ, એનીમિયા ની તપાસ કરી જરૂરિયાત વાળા દર્દી ને સારવાર અપાઇ હતી. સરકારશ્રી ના પ્રવર્તમાન નિયમો અનુસાર લાયકાત ધરાવતા લાભાર્થીઓ ને કાર્યક્રમ ના સ્થળ પર જ આયુષ્માન કાર્ડ રજીસ્ટ્રેશન કરવા માં આવેલ હતું. તાલુકા આરોગ્ય અધિકારી ડો. આર આર મકવાણા એ આયુષ્માન કાર્ડ ના લાભો વિશે સમજાવી યોજના ની માહિતી આપી હતી. તેમજ મેરી કહાની મેરી જુબાની અંતર્ગત આરોગ્ય ની યોજનાઓ ના લાભ લીધેલ લાભાર્થીઓ એ પોતાને મળેલા લાભ વિશે લોકો ને અવગત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ડો. હરિવદન પરમાર, બાલમુકુંદ જાવિયા, ધર્મેશ વાળા, યોગેશ પુરોહિત, અનિતા વાઘેલા, રીના ચૌહાણ અને આશા બહેનો એ કામગીરી કરેલ હતી.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.