રાજકોટ શહેરના હોકર્સ ઝોન ખાતે સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી.
રાજકોટ શહેરના હોકર્સ ઝોન ખાતે સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી.
રાજકોટ શહેર તા.૧/૪/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેરના ત્રણેય ઝોનમાં આવેલા કુલ ૫૮ હોકર્સ ઝોન ખાતે સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરાયેલ અને જે અંતર્ગત હોકર્સ ઝોનમાં રેકડી ધારકોને ડસ્ટબિન રાખવા તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અંગે રાજકોટ મહાનગરપાલિકાના સંબંધિત અધિકારીઓ દ્વારા સુચના આપવામાં આવેલ. વધુમાં મીની ટીપરવાનના સુપરવાઇસર તથા હોકર્સ ઝોનની સ્વચ્છતા સમિતિના સભ્યો સાથે મીટીંગ કરી હોકર્સ ઝોનનો કચરો જાહેરમાં ન ફેલાવી મીની ટીપરવાનમાં જ નાખવા સમજાવેલ અને રાજકોટ શહેરના શહેરી જનોને જાહેરમાં કચરો ન ફેકવા તેમજ ગંદકી ન કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવેલ છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.