રાજકોટ જિલ્લા કક્ષાના પ્રાથમિક વિભાગનુ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન- 2023 જેતપુર ખાતે યોજાયું
રાજકોટ જિલ્લા કક્ષાના પ્રાથમિક વિભાગનુ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન- 2023 જેતપુર ખાતે યોજાયું.
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ અને બીઆરસી ભવન જેતપુર આયોજિત રાજકોટ જિલ્લા કક્ષાના પ્રાથમિક વિભાગની બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2023 જેતપુર તાલુકાના નવી નવી સાકડી ગામે આવેલ નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલ માં આયોજન કરવામાં આવેલ છે. આ પ્રદર્શન તા. 11-12-23 થી 13-12-23 એમ કુલ 3 દિવસ માટે ખુલ્લું મૂકવામાં આવનાર છે. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનનો મુખ્ય વિષય સમાજ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી છે તથા આ પ્રદર્શનમાં કુલ પાંચ પેટા વિભાગોમાં તાલુકા કક્ષાએથી પસંદ થયેલી શ્રેષ્ઠ 70 કૃતિઓ નો પ્રદર્શન ગોઠવવામાં આવ્યું. જેમાં જસદણ તાલુકાની શ્રી ખાંડા હડમતીયા પ્રાથમિક શાળા ના માર્ગદર્શક વિજ્ઞાન શિક્ષક શ્રી ભાવેશભાઈ ડી. સાપરા અને બાળ વૈજ્ઞાનિકો ઝાપડિયા મીરા ભાવેશભાઈ અને બાવળીયા જાનવી ભાવેશભાઈ એ તૈયાર કરેલી વિભાગ ૩ ની કૃતિ સ્માર્ટ એન્ડ ઇનોવેટિવ સિમ્પલ મશીનને આ પ્રદર્શન માં રજુ કરવામાં આવી. આ તકે ખાંડા. હડમતીયા પ્રાથમિક શાળા અને ગામના ગૌરવમાં વધારો કરવામાં આવ્યો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.