સાયલાના સેજકપર માં અખાત્રીજ ના દિવસે વરસાદ નો વરતારો જોવાની પરંપરા યથાવત. - At This Time

સાયલાના સેજકપર માં અખાત્રીજ ના દિવસે વરસાદ નો વરતારો જોવાની પરંપરા યથાવત.


દર વર્ષે હજુ અમુક ગ્રામ્ય વિસ્તારો માં અક્ષયતૃતીયા એટલે ગામઠી ભાષા માં અખાત્રીજ તરીકેના દિવસે વરસાદ નો વરતારો જોવામાં આવૅ છે. ત્યારે સાયલા ના સેજકપર ગામે વર્ષોથી પ્રજાપતિ સમાજ દ્વારા વરસાદ નો વરતારો જોવામાં આવેછે. જેમાં સવારે કુંભાર ભગત દ્વારા નવી માટી લાવીને ચાકડા ઉપર નવી ચાર નાની નવી મટકી એટલે કે કુરડી બનાવે છે. જેને ચાર માસ અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો, નામ આપવામાં આવે છે. જેમાં જે માસ ની મટકી જેટલી ઝડપી ઓગળી જાય એ માસ માં વરસાદ સારો થાય છે, એવી લોકોમાં માન્યતા છે. સેજકપર ના જેરામભાઈ પ્રજાપતિ દ્વારા જણાવેલ કે એમના દાદા પરદાદા થી વરસાદ નો વરતારો જોવા ની પરંપરા ચાલી આવે છે. જેને હજુ સુધી જાળવી રાખી છે. જે ચોક્કસ દાવો ના કરતા ગામલોકોની માન્યતા પર આધાર રાખે છે.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.