સરલા ની ફેક્ટરી પ્રદુષિત પાણી વહાવી દેતાં વિધાર્થીઓ પરેશાન તંત્ર દ્વારા કાર્યવાહી ની માંગ
*મુળી નાં સરલા ગામે આવેલ ફેક્ટરી પ્રદુષિત પાણી છોડાતા ગામજનો ત્રસ્ત*
*સરલા હાઈસ્કૂલ નાં પાછળ જ પ્રદુષિત પાણી છોડવામાં આવે છે ત્યારે વિધાર્થીઓ દુર્ગંધ થી પરેશાન*
મુળી તાલુકાનાં સરલા ગામે ચાલી રહેલ ફેક્ટરી રાત દિવસ ધમધમતી હોય છે અને કચરો સહિત પ્રદુષિત પાણી જાહેરમાં વહાવી દેવામાં આવે છે ત્યારે ગામજનો હવે આ ફેક્ટરી નાં પ્રદુષણ થી ત્રસ્ત થયાં છે આ બાબતે ગામજનો એ જણાવ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષથી રાત દિવસ ધમધમતી બેરોકટોક આ ફેક્ટરી કચરો સહિત પ્રદુષિત પાણી જાહેરમાં વહાવી દેવામાં આવે છે અને કોઈ નિતી નિયમો નું પાલન કરવામાં આવતું નથી આ ફેક્ટરી નું પ્રદુષિત પાણી સરલા હાઈસ્કૂલ નાં પાછળ નાં ભાગે જ છોડવામાં આવે છે અને હાલ ધોરણ આઠ થી બાર માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ની સંખ્યા ૨૫૦ છે વિધાર્થીઓ ને અભ્યાસ સમયે તીવ્ર વાસ સહિત દુર્ગંધ થકી વિધાર્થીઓ પરેશાન છે ત્યારે તેઓએ આ બાબતે શિક્ષક અને વાલીઓ ને વાકેફ કર્યા હતા ત્યારે ગામજનો એ આ પ્રદુષણ અટકાવવા માટે ફેક્ટરી સામે આવી આ પ્રદુષણ અટકાવવા જાણ કરી હતી પરંતુ માલીક દ્વારા બંધ કરવામાં ન આવતા ગામજનો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા સુરેન્દ્રનગર જીલ્લા પોલ્યુશન કંટ્રોલ બોર્ડ નાં અધિકારીઓ ને રજુઆત કરવામાં આવશે કે આ ફેક્ટરી ધરાવતા માલીક દ્વારા પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ની મંજુરી લીધેલ છે કે કેમ? જો લીધેલ હોય તો પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી? હાઈસ્કૂલ નાં ૨૫૦ વિધાર્થીઓ પરેશાન હોય તેની સીધી અસર શિક્ષણ ઉપર પડે છે ત્યારે તાત્કાલિક ધોરણે GPCB દ્વારા આ પ્રદુષણ અટકાવવા માટે પગલાં ભરવામાં આવે તેમ ગામજનો એ જણાવ્યું હતું
*રામકુભાઈ કરપડા મુળી*
9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.