ભાવનગર ડિવિઝનને માત્ર એક ટ્રેનની ટિકિટ ચેકિંગથી રૂ.3.50 લાખ એકત્રિત કર્યા - At This Time

ભાવનગર ડિવિઝનને માત્ર એક ટ્રેનની ટિકિટ ચેકિંગથી રૂ.3.50 લાખ એકત્રિત કર્યા


ભાવનગર ડિવિઝનને માત્ર એક ટ્રેનની ટિકિટ ચેકિંગથી રૂ.3.50 લાખ એકત્રિત કર્યા

વેસ્ટર્ન રેલવેના ભાવનગર ડિવિઝન પરની ટ્રેનોમાં ટિકિટ વગર/અનિયમિત ટિકિટ પર મુસાફરી કરતા મુસાફરોને રોકવા માટે સઘન ટિકિટ ચકાસણી ઝુંબેશ સતત ચલાવવામાં આવી રહી છે.ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમારની માર્ગદર્શિકા અનુસાર સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદ અને આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર કલ્પેશ જી.દવેની દેખરેખ હેઠળ ખાસ ટિકિટ ચેકીંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.ટ્રેન 12941ભાવનગર-આસનસોલ સુપરફાસ્ટ ટ્રેનમાં 16 એપ્રિલ, 2024 (મંગળવાર)ના રોજ અત્યંત અનુભવી ટિકિટ ચેકિંગ ટીમ દ્વારા ખાસ ટિકિટ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ સાત સ્ટાફે મળીને 408 કેસમાં દંડ સહિત રૂ. 3,50,100 વસૂલ્યા હતા,ભાવનગર ડિવિઝન પર પણ UPI દ્વારા પેમેન્ટ શરૂ કરવામાં આવ્યું છે.આ ટ્રેનમાં ટિકિટ ચેકિંગ અભિયાન દરમિયાન ચાર કેસમાં યુપીઆઈ દ્વારા પેમેન્ટ લેવામાં આવ્યું હતું.
તેવી જ રીતે ભવિષ્યમાં પણ ડિવિઝનની તમામ ટ્રેનોમાં ટિકિટ ચકાસણી ઝુંબેશ ચાલુ રહેશે. ભાવનગર ડિવિઝન તેના સમ્માનીય મુસાફરોને હંમેશા ઉચિત અને વૈદ્ય ટિકિટ સાથે મુસાફરી કરવા અપીલ કરે છે.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.