શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લીમીટેડનાં સૌજન્ય થી સવાઈનગર  ગામ ખાતે આરોગ્ય શિબિર યોજાય - At This Time

શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લીમીટેડનાં સૌજન્ય થી સવાઈનગર  ગામ ખાતે આરોગ્ય શિબિર યોજાય


શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લીમીટેડનાં સૌજન્ય થી સવાઈનગર  ગામ ખાતે આરોગ્ય શિબિર યોજાય
ભાવનગર. શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લીમીટેડનાં સૌજન્ય થી ભાલ વિસ્તારનાં સવાઈનગર ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવેલ. જેમા ૨૫૧ ગ્રામજનોની આરોગ્ય તપાસ , ચશ્મા વિતરણ તથા આ જ ગામની પ્રાથમિક શાળાની પુસ્તકાલય માટે ૭૫ પુસ્તકો ભેટ આપવામા આવેલ.આ પ્રસંગે વાઘ બકરી ટી પ્રોસેસિંગ યુનિટ દ્વારા મળેલ મેડીકલ વેનનો વિશેષ ઉપયોગ થી બાળકોની લોહીમાં હિમોગ્લોબીનની તપાસ કરી જરૂરિયાતમંદ દર્દીનારાયણોને દવા તથા ચશ્માનું વિતરણ કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં શિશુવિહારની આરોગ્ય ટીમનાં ડૉ. અરવિંદભાઈ ત્રિવેદી , શ્રી રમેશભાઈ પરમાર , શ્રી રેખાબહેન ભટ્ટ ,શ્રી પ્રીતિબહેન ભટ્ટ, શ્રી દીપાબહેન જોષી તથા નિરમા લીમીટેડ નાં શ્રી દર્શનભાઈ પટેલ અને ગામનાં સરપંચશ્રી ભરતભાઈ તથા આચાર્ય શ્રી વિશાલભાઈની ઉપસ્થિતિ માં યોજવામાં આવેલ.. આ કાર્યક્રમનું સંકલન શ્રી હિનાબહેન ભટ્ટ શ્રી રાજુભાઈ મકવાણાએ કર્યું હતુ..

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.