બોલ મારી અંબે જય જય અંબેના ગગન બેદી નારા સાથે દાહોદ જિલ્લામાંથી વિવિધ સંઘો પગપાળા અંબાજી જવા માટે રવાના... - At This Time

બોલ મારી અંબે જય જય અંબેના ગગન બેદી નારા સાથે દાહોદ જિલ્લામાંથી વિવિધ સંઘો પગપાળા અંબાજી જવા માટે રવાના…


ભાદરવા સુદ એકમથી પવિત્ર યાત્રાધામ અંબાજી જવા માટે ગુજરાત તેમજ આસપાસના રાજસ્થાન તેમજ મધ્ય પ્રદેશમાંથી માઈ ભક્તો વિવિધ સંઘો દ્વારા પગપાળા અંબાજી પદયાત્રા જાય છે. અને ભાદરવી પૂનમે પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં મેળો પણ ભરાય છે. તારે વાત કરીએ દાહોદ જિલ્લાની તો દાહોદ શહેર તેમજ જિલ્લાના વિવિધ તાલુકા મથક પરથી માઈ ભક્તો પગપાળા અંબાજી યાત્રાએ જાય છે.ભાદરવા માસની એકમથી શરૂ થતી અંબાજી પદયાત્રામાં દૂર દૂરથી માઈ ભક્તો દર્શનાર્થે આવે છે. દાહોદ શહેરના દર્પણ ટોકીઝ રોડ પરથી માઈ ભક્તો 101 ગજની તેમજ 65 ગજ લાંબી ધજા જોડે ગઈકાલે અંબાજી પગપાળા યાત્રા નીકળ્યા હતા ત્યારે આજે દાહોદ ના રળીયાતી ખાતેથી 501 ગજની ધજા લઈને બોલ મારી અંબે જય જય અંબે ના ગગનારા સાથે અંબાજી પગપાળા યાત્રા માટે રવાના થયા હતા. જેમાં મોટી સંખ્યા માં માઈ ભક્તો ઉમટી પડ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.