રાજકોટમાં 1 હજાર કરોડના જમીન કૌભાંડમાં સૂત્રધાર બોદરના ઘરે CBI ત્રાટકી
ચંદ્રનગર અને શ્રી કોલોનીના મકાન સહિતના સ્થળે તપાસ, કેટલીક ફાઇલો જપ્ત
રાજકોટની ભાગોળે હિરાસર એરપોર્ટ નજીકની બામણબોર જીવાપર પાસેના અંદાજે 1000 કરોડના જમીન કૌભાંડના સૂત્રધાર સુભાષ બોદરની શોધમાં સીબીઆઇની ટીમ રાજકોટમાં ત્રાટકી હતી, સીબીઆઇની ટીમે પાંચેક સ્થળે તપાસ કરી હતી પરંતુ સુભાષ હાથ આવ્યો નહોતો, સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટરથી લઇ રાજ્યના ટોચના નેતાઓને સંડોવતા આ જમીન કૌભાંડમાં સીબીઆઇની ટીમ હરકતમાં આવતા રાજનેતાઓમાં પણ ફફડાટ ફેલાઇ ગયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.