મહીસાગર જિલ્લા મા શિક્ષણ જગત ને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો - At This Time

મહીસાગર જિલ્લા મા શિક્ષણ જગત ને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો


આચાર્ય બન્યો હવસનો ભૂખ્યો.. નાબાલીક બાળકી પર કર્યુ દુષ્કર્મ..

આચાર્યએ તકનો લાભ ઉઠાવી 17 વર્ષની વિદ્યાર્થીની પર આચર્યું દુષ્કર્મ..

સંતરામપુર ના જાનવડ હાઈસ્કૂલના આચાર્ય રાજેશ પટેલ 17 વર્ષેની વિદ્યાર્થીની પર કર્યું દુષ્કર્મ..

વિદ્યાર્થીની પોતાની ખરીદી માટે લુણાવાડા બજારમાં આવી હતી ત્યારે આચાર્ય મળતા વાત કરી અને આચાર્ય એ કીધું બેટા ચલ મારા ઘરે ચા પીને જા બહુ સમયે આવી છે તેમ કહી ઘરે લઈ જઈ આચાર્ય એ વિદ્યાર્થી ની સાથે કર્યુ દુષ્કર્મ..

રાજેશ પટેલ અગાઉ લુણાવાડાની કિસાન હાઇસ્કુલ માં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો જેને લઇ વિદ્યાર્થીની તેને ઓળખતી હતી..

વિદ્યાર્થીની ની મરજી વિરુદ્ધ ધરે લય જય કર્યુ દુષ્કર્મ..
મહિસાગરમાં શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. સંતરામપુરના જાગવડ સ્કુલના આચાર્યએ સગીર વયની વિદ્યાર્થીની પર બળાત્કાર આચરી ગામની સીમમાં છોડી નાસી ગયો હતો. લુણાવાડા પોલીસે આરોપી વિરુદ્ધ પોસ્કો હેઠળ ગુનો દાખલ કરી આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

|
મહીસાગર: લુણાવાડામાં આચાર્યએ વિદ્યાર્થીનીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. સંતરામપુરની જાગવડ માધ્યમિક શાળાના આચાર્યએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આચાર્ય વિદ્યાર્થીનીને ફોસલાવીને પોતાના ઘરે લઈ ગયો હતો. ત્યારબાદ દુષ્કર્મ કર્યું હોવાનું બહાર આવ્યું છે.
ચા પીવા બોલાવી કર્યો બળાત્કાર: આચાર્ય રાજેશ પટેલ અગાઉ લુણાવાડાની કિસાન હાઈસ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. જેને લઇ વિદ્યાર્થીની તેને ઓળખતી હતી. વિદ્યાર્થીની લુણાવાડા ખરીદી કરવા આવી. તે સમયે આચાર્યએ તકનો લાભ ઉઠાવી વિદ્યાર્થિનીને ચા પીવા માટે ઘરે બોલાવી હતી. વિદ્યાર્થીને ઘરે લઈ ગયા બાદ તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરી વિદ્યાર્થીનીને તેના ગામની સીમમાં છોડી આચાર્ય ભાગી છૂટયો હતો.

આરોપી સામે પોસ્કો હેઠળ ગુનો: સમગ્ર બનાવની જાણ સગીરાના પરિવારજનોને થતા સગીરાને લઈ લુણાવાડા સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા. સગીરાને હાલ સરકારી હોસ્પિટલમાં વધુ સારવાર હેઠળ રાખવામાં આવી છે. પોલીસે ઘટનાની ગંભીરતા જોઈ આરોપી વિરુદ્ધ પોસ્કો હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે તેમજ લુણાવાડા ટાઉન પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.