પુત્રીના સાસરિયાના ત્રાસથી કંટાળી મહિલાનો ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ - At This Time

પુત્રીના સાસરિયાના ત્રાસથી કંટાળી મહિલાનો ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ


મોરબી રોડ પર આવેલ સીતારામ પાર્કમાં રહેતાં માલતીબેન હરિપ્રસાદ સાધુ (ઉ.વ.47) નામની મહિલાએ પુત્રીના સાસરિયાના ત્રાસથી કંટાળી ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે બી. ડિવિઝન પોલીસને જાણ કરી હતી.
બનાવ અંગેની વિગત મુજબ, માલતીબેન સાધુને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. પુત્રી વૈભવિના લગ્ન હળવદના ઘનશ્યામગઢમાં થયાં હતાં. જેને સરસરિયાઓ સાથે અવારનવાર ઝઘડાથી કંટાળી તે છેલ્લા દોઢ વર્ષથી તેના પિતાના ઘરે રિસામણે રહેતી હતી. જેમને સંતાનમાં એક દોઢ વર્ષની પુત્રી છે. જે બાદ અનેકવાર છૂટું કરવા મામલે તેના સસરિયાઓને કહેતા તે લોકો છુટાછેડા આપતાં ન હતા
અને કરિયાવર પણ આપતાં ન હતાં. તેમજ માલતીબેન અને તેની પુત્રીને અવારનવાર હેરાન કરતાં હતાં. તેમજ પુત્રીને ન્યાય આપવવા માલતીબેને પોલીસ કમિશ્નરને અરજી આપી હતી તેમજ પોલીસ ફરિયાદ પણ નોંધવી હતી.પણ ન્યાય ન મળતા કંટાળીને પગલું ભર્યું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર મહિલાના પતિ નવાગામમાં આવેલ ચા ના ગાડાઉનમાં કામ કરે છે. બનાવ અંગે પોલીસે વધું તપાસ હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.