પાછળ પડી ગયેલા યુવક અને તેના પરિવારે યુવતીની માતા પર હુમલો કર્યો - At This Time

પાછળ પડી ગયેલા યુવક અને તેના પરિવારે યુવતીની માતા પર હુમલો કર્યો


શહેરમાં આવારા અને માનસીક વિકૃતિ ધરાવતા તત્વોને પોલીસનો ભય ન હોય તેમ જાહેરમાં બધડાટી બોલાવતા હોય છે અને શહેરીજનોમાં ભયનો માહોલ ઉભો કરતાં હોય છે. તેવોજ બનાવ એક તરફી પ્રેમીએ યુવતીના ઘરમાં ઘુસી તેની માતા પર યુવકના પરિવારજનોએ હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર, યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોક પાસે પટેલ કન્યા છાત્રાલય સામે રહેતા ભાવનાબેન શૈલેષભાઈ કોટેચા (ઉ.વ.50) ગઈકાલે સાંજના સાત વાગ્યે ઘરે હતાં ત્યારે તેની સામે રહેતા રાહુલ ધોળકીયા, તેનો ભાઈ નનકો, તેની માતા નિલુબેન અને કાના નામના શખ્સે ઘરમાં ઘુસી મહિલાને ધોકા અને પાઈપથી બેફામ ફટકારતા મહિલાને શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવારમાં સીવીલ હોસ્પીટલે ખસેડાયા હતા. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.
વધુમાં મળતી વિગત અનુસાર, ઈજાગ્રસ્ત મહિલાની પુત્રીને તેની સામે રહેતો રાહુલ છેલ્લા એક માસથી પાછળ પડી ગયો હતો અને અવારનવાર રોડ પર હાથ પકડી છેડતી કરતો તેની સાથે લગ્ન કરવા માટે દબાણ તેના માતા-પિતાને મારી નાખવાની ધમકી આપતો હતો. જેનો યુવતીએ પ્રતિકાર કરતાં રાહુલ અને તેના પરિવારે ગઈકાલે ઘર પર હુમલો કરી મહિલાને માર માર્યો હતો.બનાવ અંગે પોલીસે ઈજાગ્રસ્ત મહિલાનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.