વઢવાણ તાલુકાના નાના મઢાદ તેમજ મોટા મઢાદ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમો યોજાયા.
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
આવતી કાલે વઢવાણ તાલુકાના ફુલગ્રામ ગામમાં સવારે તેમજ રામપરા ગામમાં બપોરે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમો યોજાશે.
સુરેન્દ્રનગર જિલ્લામાં આજ રોજ વઢવાણ તાલુકાના નાના મઢાદ તેમજ મોટા મઢાદ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમ દરમિયાન રથના માધ્યમથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા લોકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી પહોચાડવામાં આવી હતી ઉપરાંત મહાનુભાવોના વરદહસ્તે લાભાર્થી નનકુભાઈ ગઢવીને સોઈલ હેલ્થ કાર્ડનું તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું ઉપરાંત આંગણવાડી વિભાગના લાભાર્થીઓને પુર્ણા શક્તિ, માતૃ શક્તિ તેમજ બાલ શક્તિ કિટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા આ તકે ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આગમન સમયે રથનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત આરોગ્ય કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો આ કાર્યક્રમમાં અગ્રણીઓ સહિત અધિકારી કર્મચારીઓ અને ગ્રામલોકો ઉપસ્થિત રહ્યા હતા નોંધનીય છે કે, આવતી કાલ તા.૨ ડિસેમ્બરના રોજ વઢવાણ તાલુકાના ફુલગ્રામ ગામમાં પ્રાથમિક શાળા ખાતે સવારે ૧૦:૦૦ કલાકે તેમજ રામપરા ગામમાં પ્રાથમિક શાળા ખાતે બપોરે ૨:૦૦ કલાકે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.