અમદાવાદ સાયબર ક્રાઈમમાં માન્યામાં ના આવે તેવી 26.78 કરોડની છેતરપિંડીની ફરીયાદ
સાયબર ક્રાઈમના ઈતિહાસમાં અમદાવાદના ઈતિહાસની આ સૌથી મોટી ઠગાઈની ઘટના
અત્યારે ઓનલાઈન ફ્રોડ કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે. ફ્રોડ કેસોમાં સૌથી વધુ એજ્યુકેટેડ લોકો ફસાઈ રહ્યા છે. ત્યારે વધુ એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. અમદાવાદ સાયબર ક્રાઈમમાં આજ સુધી ક્યારેય ના સાંભળી હોય તે પ્રકારની મોટી છેતરપિંડીની ફરીયાદ દાખલ કરાઈ છે. અમદાવાદના ગાલા પ્રિન્ટ સિટીના એમ.ડી. સાથે તમિલનાડું ટેક્સ બુક કોર્પોરેશનનું ટેન્ડર આપવાના બહાને 26.78 કરોડની ભારે છેતરપિંડી કરી હતી.
સાયબર ક્રાઈમના ઈતિહાસમાં અમદાવાદના ઈતિહાસની આ સૌથી મોટી ઠગાઈની ઘટના છે. 26 કરોડ 78 લાખની છેતરપિંડીની ફરીયાદ સાયબર ક્રાઈમમાં નોંધાતા હલચલ મચી ગઈ છે. ટેન્ડર આપવાના બહાને શરુઆતમાં વિશ્વાસમાં લઈ આ ઠગાઈ કરાઈ છે.
સમગ્ર મામલો જોવા જઈએ તો ગાલા પ્રિન્ટ સિટીના એમ.ડી. સાથે તમિલનાડુની અંદર કોર્પેોરેશનનું ટેન્ડર આપવાના બહાને છેતરપિંડી કરવામાં આવી છે. જેથી સાયબર ક્રાઈમ દ્વારા આ સમગ્ર ઘટના મામલે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરાઈ છે.
બુક કોર્પોરેશનનું ટેન્ડ આપવાની લાલચ આપી રો મટિરીયલ્સ માટે 15થી 20 ટકા કમિશન આપવાનું કહેવામાં આવ્યું હતું આમ સમગ્ર કૌભાંડ પહેલા ફરીયાદીને આરોપીઓ દ્વારા વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા. જેમને એડવાન્સ રકમ પણ ચૂકવી હતી આમ કરોડોનું ફૂલેકુ ફેરવાઈ ગયું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.