ગુજરાતમાં મહિલા સશક્તિકરણ ની વાતો પોકળ સાબિત થતી હોય એવી શરમ જનક ઘટના સામે આવી.
ગુજરાતમાં સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ ની વાતો પોકળ સાબિત થતી હોય એવી એક શરમ જનક ઘટના સામે આવી છે જેમાં ફરીયાદી તબીબ મહિલા દ્વારા પોતાની સાથે થયેલ શારીરિક શોષણની ઘટના બાબતે એક મહિના પૂર્વે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં સામા વ્યક્તિઓ વિરૂદ્ધ ગુનો નોંધાયા બાદ પણ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનનાં તપાસ અધિકારી દ્વારા ગુનેગારોને છાવરવાનો એટલે કે વહાલા દવલા ની નીતિ થી કામગિરી થતી હોય એવી વાત ફરીયાદી તબીબ મહિલા દ્વારા જણાવવામાં આવી છે,
વસ્ત્રાપુર પોલીસની તપાસ અધિકારીની કામગીરી ઉપર ફરિયાદી તબીબ મહિલા દ્વારા કલમ ૩૭૬ ના ગુના તપાસ અર્થે કેમ ઉઠાવ્યાં સવાલ...? કઈ દિશામાં વસ્ત્રાપુર પોલીસ તપાસ કરી રહી છે ફરિયાદી ને ન્યાય ક્યારે મળશે...? તપાસના નામે અનેક સવલો સામે આવી રહ્યાં છે,
અમદાવાદ શહેરનાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં તારીખ ૧૯ જુલાઇ ૨૦૨૨ ના રોજ એક તબીબ મહિલા ફરિયાદી દ્વારા કેટલાંક વ્યકિતઓ ઉપર F.I.R નંબર ૧૧૧૯૧૦૨૦૨૨૪૦૮ કલમ ૩૭૬ મુજબ ગુનાની નોંધ થયેલ બાબતે એક મહિનામાં પોલીસ વિભાગના તપાસ અઘિકારી દ્વારા સામે જે વ્યકિતઓ વિરૂદ્ધ ગુનાની નોંધ થયેલ છે તેમની ઉપર કોઈ કાયદેસરના પગલાં લીધેલા નથી અને ફરીયાદી તબીબ મહિલાના જણાવ્યા મુજબ આ કેસ ને લઈ ફરિયાદી મહિલાને સામા વાળા વ્યક્તિઓ સોશિયલ મિડિયા ઉપર બદનામ કરવાનું ચાલુ કર્યું છે અને હવે ફરિયાદી મહિલા ને સામાજિક જીવન પણ બરબાદ થવાનાંનો ડર વધી ગયો છે અને અન્ય રીતે માનસિક ત્રાસ આપવામાં આવતો હોય એવું અનુભવતી તબીબ મહિલાએ પોતાની આપ વિતી નો સમગ્ર ઘટનાક્રમ તારીખ ૧૭ ઓગષ્ટ ૨૦૨૨ ના રોજ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની બહાર ઉભા રહી મિડિયા સમક્ષ સમાજમાં પોતાની સાથે થયેલા ઘટનાની અને ફરિયાદની કોપી સહીત વ્યથા જાહેર કરી છે...
હવે જોવાનું એ રહે છે કે વસ્ત્રાપુર પોલીસના તપાસ અધિકારી શ્રી ઓ તપાસ કઈ દિશામાં કરે છે અને તપાસમાં સમાજ સામે કયું અને કેટલું સત્ય સામે લાવશે પોલીસ અને પોલીસ પોતાની સક્રિય, સકારાત્મક કામગીરી અને ભુમિકા ભજવશે કે પછી...?
ક્યાં છે ગુજરાતમાં નારીશક્તિ ની અને મહિલા ને ન્યાય અપાવવાની વાતો કરતાં સામાજિક સંસ્થાઓ, સરકારી અને ઉચ્ચ અધિકારીઓ, આગળ આવો અને આ મહિલાની વેદના બાબતે ઉચ્ચ અધિકારીઓ શું કંઈ નકકર પગલાં લેશે કે મૌન ધારણ કરશે એ તો આવનાર સમયમાં તપાસ અઘિકારી ના તથ્ય ની તપાસ બાદ જ જોવા અને જાણવા મળશે.
Report by :- Keyur Thakkar
Ahmedabad.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.