નિકુલ રાખોલિયાને મળ્યો ફરી એક વખત ગુજરાતી ફિલ્મ ફેમિલી એવોર્ડ - At This Time

નિકુલ રાખોલિયાને મળ્યો ફરી એક વખત ગુજરાતી ફિલ્મ ફેમિલી એવોર્ડ


તા. ૨૨ ડિસેમ્બરના ૨૦૨૪ના રોજ રાણીપ (અમદાવાદ) ખાતે લોક આશીર્વાદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાતી ફિલ્મ ફેમિલી સીઝન ૨ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતભરમાંથી ઘણા બધા ગુજરાતી તેમજ હિન્દી ફિલ્મમાં કામ કરતા કલાકારો ઉપસ્થિત રહ્યાં હતાં. જસદણ શહેરના નટરાજ ડાંસ એકેડમી ચલાવનાર ડાંસ માસ્ટર નિકુલ રાખોલિયાનું સિલેક્સન થયું હતું, જેઓનું ૨૦૨૩ માં યોજાયેલ ગુજરાતી ફિલ્મ ફેમિલી સીઝન ૧ માં કોરીયોગ્રાફર એવોર્ડ આપી સન્માન થયેલ હતું અને તા. ૨૨ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ સીઝન ૨ માં પણ ફરી એક વખત અમદાવાદ ખાતે ડાંસ કોરિયોગ્રાફર એવોર્ડ તેમજ સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.