જલ હૈ તો કલ હૈ રાજકોટ જીલ્લાના પાટ ખીલોરી ગામમાં ચેકડેમો માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ગ્રામસભા નું આયોજન.
જલ હૈ તો કલ હૈ
રાજકોટ જીલ્લાના પાટ ખીલોરી ગામમાં ચેકડેમો માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ગ્રામસભા નું આયોજન.
રાજકોટ જીલ્લાનું ગોંડલ તાલુકાનું પાટ ખીલોરી ગામમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણીનું યોગ્ય જતન કરવા માટે ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ છે. ગામમાં ચેકડેમ બાંધવાની પહેલ હાથ ધરાઈ છે, જેમાં ગામના ખેડૂતો એ તન, મન, ધનથી જોડાવવાની ખાત્રી આપી
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયા એ જણાવેલ કે, ગામના લોકોને ચેકડેમ દ્વારા વરસાદી પાણી કેવી રીતે જતન કરવું તે સમજાવ્યું વરસાદી પાણીનું મહત્વ, સંગ્રહ અને જમીનનું સ્તર ઊંચું લાવવા માટે ચેકડેમ કેવી રીતે અસરકારક છે, તે અંગે ગામ લોકોને ને માર્ગદર્શન આપ્યું. સમજાવ્યું કે વરસાદી પાણીનો ચેકડેમ દ્વારા સંગ્રહ કરવાથી જમીનના અંદરના પાણીનું સ્તર વધશે તેથી ખેતી માટે સતત પાણી ઉપલબ્ધ રહેશે, ખેતી ખર્ચ ઘટશે અને ખેડૂતો એક કરતા વધુ સિઝનમાં ખેત ઉત્પાદન લઈ શકશે તેથી તેની આવકમાં વધારો થાશે.રાજકોટના બિલ્ડર અને ગૌભક્ત ધિરુભાઈ રામાણી એ જણાવેલ કે, સુખી ગામની વ્યાખ્યા એટલે પરિવાર માટે વરસાદી પાણી માટેના ટાંકા હોવા કારણ કે આપણને શુધ્ધ અને સ્વચ્છ પાણી મળી રહે તેમાં કોઈ રાસાયણિક પ્રદૂષણ કે અશુદ્ધિ નથી. વરસાદી પાણી સંગ્રહ કરવા માટે ટાંકા બનાવવાથી પરિવારમાં સામાન્ય રીતે કોઈ પણ પ્રકારની બીમારીઓ આવતી નથી.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ સમગ્ર સૃષ્ટિની પ્રકૃતિની રક્ષા માટે વરસાદી પાણી બચાવવાનું અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત ચેકડેમ રિપેર, ઊંચા, ઉંડા કરવા અને નવા બનાવવાનું કાર્ય પૂરજોશમાં થઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર, ગુજરાતમાં ૧૧,૧૧૧ ચેકડેમ અને ૧૧,૧૧૧ બોર રીચાર્જ કરવાનો બનાવવાનો સંકલ્પ કરેલ છે.આ ગ્રામસભામાં પાટ ખીલોરી ગામના સરપંચશ્રી જગદીશભાઈ મનસુખભાઈ લુણાગરિયા, વિનુભાઈ કોશિયા, મનસુખભાઈ ચોવટીયા, ભાવેશભાઈ ગેવરીયા, પ્રવીણભાઈ સીદપરા, ભરતભાઈ સીદપરા, ભગવાનજીભાઈ કોશિયા, સગપુરભાઈ સોરઠીયા, બાબુભાઈ સોરઠીયા, પરેશભાઈ ગેરિયા, વિનુભાઈ લુણાગરિયા, ભીમજીભાઈ ભરવાડ, દેવાભાઈ ભરવાડ, લક્ષ્મણભાઈ સોલંકી, સંજયભાઈ સોલંકી, અરવિંદભાઈ લાવડીયા, લાલભાઈ ભુવા, રમેશભાઈ ધાનાણી, જયસુખભાઈ ગજેરા, તેમજ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખ દિલીપભાઈ સખીયા, પ્રકૃતિપ્રેમી દિનેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, ધીરુભાઈ રામાણી, કૌશિકભાઈ સરધારા, શૈલેશભાઈ જાની વગેરેએ જહેમત ઉઠાવી રહયા છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
