કોઠારીયામાં ટિફિન બનાવવા મામલે પતિએ પત્નીને પટ્ટા વડે ઝુડી નાંખી - At This Time

કોઠારીયામાં ટિફિન બનાવવા મામલે પતિએ પત્નીને પટ્ટા વડે ઝુડી નાંખી


કોઠારીયામાં ટિફિન બનાવવા મામલે પતિએ પત્નીને પટ્ટા વડે ઝુડી નાંખતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ પરિણીતાને સારવારમાં ખસેડાઈ હતી. બનાવ અંગે પરિણીતાએ તેના પતિ વિરૂદ્ધ આજીડેમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.
બનાવ અંગે કોઠારીયામાં સીતારામ સોસાયટીમાં રહેતી અંજલીબેન મોહિતભાઈ ગોંડલીયા (ઉ.વ.21) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે તેના પતિ મોહિત ચરણદાસ ગોંડલીયાનું નામ આપતાં આજીડેમ પોલીસે આઇપીસી કલમ 498 (ક), 323,504 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેણીના બે વર્ષ પહેલા કોઠારીયા સીતારામ સોસાયટી શેરી નં.6 માં રહેતાં મોહિત ચરણદાસ ગોંડલીયા સાથે થયેલ અને તેના પતિ મેડિકલમાં નોકરી કરે છે.
ગઈકાલે સવારના સમયે તેના પતિ નોકરીએ જવાનું હોય જેથી તેઓએ મારું ટિફિન બનાવેલ છે કે કેમ તેમ કહેતા મેં તેમને કે, તમે સાંજે ટિફિન બનાવવાની ના પાડેલ હતી જેથી મેં બનાવેલ નથી તેમ કહેતા તે ઉશ્કેરાઈ જઈ ગાળો આપવા લાગેલ અને ઝઘડો કરી બેલ્ટથી માર મારવા લાગેલ હતો. દરમિયાન તેણીના નણંદ આવી જતાં વધુ મારમાંથી છોડાવેલ હતી. બાદમાં પરિણીતાના માવતર વાળા આવી જતાં તેણીને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
તેમજ તેણીનો પતિ અવારનવાર નાની બાબતે ઝઘડો કરી શારીરિક-માનસિક ત્રાસ આપતા હોય અને ગઈકાલે પણ ટિફિન બનાવવા બાબતે ઝઘડો કરી બેલ્ટ વડે મારમારતાં ફરીયાદ નોંધાવી હતી.બનાવ અંગેની ફરીયાદ પરથી આજીડેમ પોલીસે આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતાં.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.