રાજકોટ શહેરના ગૌરીદળ ખાતે ઇન્ટર ડીસ્ટ્રીકટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. - At This Time

રાજકોટ શહેરના ગૌરીદળ ખાતે ઇન્ટર ડીસ્ટ્રીકટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.


રાજકોટ શહેર તા.૬/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ તેમજ RTO ના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો રોજ-બરોજ કરવામાં આવી રહ્યા છે. જેના અનુસંધાને ગૌરીદળ ખાતે રોડ સેફ્ટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ હતી. જેનો મુખ્ય હેતુ રોડ સેફ્ટી બાબતે લોકોમા જાગૃતિ લાવવા માટેનો હતો. આ ટુર્નામેન્ટમા રાજકોટ, જૂનાગઢ, જામનગર, ભાવનગર, મોરબી, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી અને દેવભૂમિ દ્વારકા સહીત કુલ ૮ જિલ્લાની ટિમોએ ભાગ લીધો હતો. આ રોડ સેફ્ટી ટુર્નામેન્ટમા જામનગર જિલ્લાની ટીમ વિજેતા બની હતી.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.