વાઘ આયો ભાઈ વાઘની અફવા ફેલાવતા સોશિયલ મીડિયા ના તત્વો સામે દહેગામ તાલુકાના સ્થાનિકોમાં ફફડાટ
દહેગામ તાલુકાના કડજોદરા ગામમા એક અઠવાડિયા પહેલા દીપડો જોવા મળ્યો હતો જેને જોવા આખું ગામ હિબકે ચઢ્યું પરંતુ દીપડાએ 7 જેટલી વ્યક્તિઓને ઇજા પહોંચાડી નાસી છૂટ્યો હતો જે હજી વનવિભાગ દ્વારા પણ પકડી શકાયો નથી ત્યારે હવે કેટલાક અસામાજિક તત્વો દ્વારા સોશિયલ મીડિયામાં દીપડાનો ફોટો એડિટ કરી દહેગામ તાલુકાના અલગ અલગ ગામમાં દીપડો દેખાયો હોવાનું વોટ્સઅપમાં શેર કરી રહ્યા છે જેને કારણે દહેગામ તાલુકાના છેવાડાના ગ્રામજનોમાં ડરનો માહોલ સર્જાયો છે ત્યારે સ્થાનિકો તેમજ ખેડૂતોને રાત્રે ખેતરમાં પાણી વારવા જતા પણ ડરી રહ્યા છે. કેટલાક તત્વો દ્વારા દીપડાનો ફોટો એડિટ કરી અલગ અલગ ગામમાં દીપડો આવી પહોંચ્યો હોવાની અફવા ફેલાઈ રહી છે જેને કારણે સમગ્ર દહેગામ તાલુકામાં દીપડાની દહેસત ફેલાઈ છે જયારે કડજોદરા ગામમાં આવેલ દીપડાના પંજા પરથી વન વિભાગ દ્વારા દીપડો કડજોદરા ગામની સીમમાં તથા અંતરસુંબા જંગલ તરફ પ્રયાણ કર્યું હોય તેવું જણાવી રહ્યા છે ત્યારે હવે ખોટી અફવા ફેલાવતા તત્વોને પોલીસ કંઈ રીતે રોકી શકે છે તે જાણવું જરૂરી રહ્યું.
6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.