કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની ગેરકાયદેસર અનાજનો વેપાર કરનારા માફીયાઓ સામે લાલ આંખ* - At This Time

કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની ગેરકાયદેસર અનાજનો વેપાર કરનારા માફીયાઓ સામે લાલ આંખ*


*કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની ગેરકાયદેસર અનાજનો વેપાર કરનારા માફીયાઓ સામે લાલ આંખ*
-------------------------
*વેરાવળ શહેરના અજમેરી કોલોની વિસ્તારના ખાનગી મકાનમાંથી ગેરકાયદેસર શંકાસ્પદ અનાજ મળી આવ્યો*
-------
*રૂા.૭૫,૭૨૩/- નો મુદ્દામાલ સીઝ કરતું તંત્ર*
-------------------------
ગીર સોમનાથ, તા.૧૭/૦૧/૨૦૨૫
કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન તથા નિવાસી અધિક કલેક્ટરશ્રી રાજેશ આલની સૂચના હેઠળ જિલ્લા પૂરવઠા અધિકારીશ્રી, ગીર સોમનાથ તથા મામલતદારશ્રી, વેરાવળ શહેરની ટીમ દ્વારા અજમેરી કોલોની વિસ્તારમાં આવેલ અલ્વી શબ્બીર હુસેન નઝીરમિયાનાં ખાનગી મકાન પર આકસ્મિક તપાસણી હાથ ધરતાં મકાનમાંથી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર અનાજનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો.

આ શંકાસ્પદ અનાજમાં રૂ.૨૬,૨૭૧ ની કિંમતના ૯૭૩ કિ.ગ્રા ઘઉં તથા રૂ.૪૯,૪૫૨ ની કિંમતના ૧૨૬૮ કિ.ગ્રા. ચોખા મળી આવ્યા હતા. જેની કુલ કિંમત રૂ.૭૫,૭૨૩/- થવા જાય છે.

આ ગેરકાયદેસર અનાજનો મુદ્દામાલ સીઝ કરી સરકારી ગોડાઉન ખાતે મોકલી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દરોડાને કારણે અનાજ માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.
----------


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image