ગુજરાત….. ખેડૂતો પાસેથી ડાગર મકાઈ અને બાજરીના લઘુતમ ટેકાના ભાવથી ખરીદી કરવા બાબત
*ખેડૂતો પાસેથી ડાંગર, મકાઇ અને બાજરીને લધુતમ ટેકાના ભાવથી ખરીદી કરવા બાબત*
**********************
રાજ્ય સરકાર દ્વારા લધુતમ ટેકાના ભાવે ખરીફ માર્કેટિંગ સીઝન ૨૦૨૨-૨૩ અંતર્ગત ડાંગર, મકાઇ અને બાજરીની ખરીદી આગામી તા.૧૭/૧૦/૨૦૨૨ થી
તા.૩૧/૧૨/૨૦૨૨ દરમિયાન ડાંગર માટે ૯૮, મકાઇ માટે ૬૭ અને બાજરી માટે ૮૯ જેટલાગુ.રા.નો.પુ.નિ.લી. ના ખરીદ કેન્દ્રો ખાતે કરવામાં આવનાર છે. ભારત સરકાર દ્વારા લધુતમ ટેકાનાભાવ ડાંગર ( કોમન ) માટે રૂા.૨૦૪૦/- પ્રતિ ક્વિન્ટલ, ડાંગર (ગ્રેડ-એ) માટે રૂા.૨૦૬૦/- પ્રતિક્વિન્ટલ, મકાઇ માટે રૂા.૧૯૬૨/- પ્રતિ ક્વિન્ટલ અને બાજરી માટે રૂા.૨૩૫૦/- પ્રતિ ક્વિન્ટલ નિયતકરેલ છે. લધુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર
રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ VCE દ્વારા તા.૦૧/૧૦/૨૦૨૨ થી શરૂ થશે. જે તા.૩૧/૧૦/૨૦૨૨ સુધી ચાલુ રહેશે જે મુજબ નોંધણી કરાવવા તમામ ખેડૂતોને જાણ કરવામાં આવે છે. નોંધણી માટેજરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ૭-૧૨, ૮-અ ની નકલ નમુના ૧૨ માં પાક વાવણી અંગે એન્ટ્રીના થઇ હોય તો પાક વાવ્યા અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો,ખેડૂતના બેન્ક એકાઉન્ટની પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ ( IFSC કોડ સહિતનો )સાથે લાવવાના રહેશે. ખેડૂતોને તેમનો જથ્થો સાફસુફ તથા ચારણો કરી તેમજ તેમા ભેજનું પ્રમાણ નિયત મર્યાદામાં રહે તે માટે જરૂરી જણાયે તડકામાં સુકવી ખરીદ કેન્દ્ર ખાતે લાવવાનો રહેશે. જેથીખેડૂતનો જથ્થો અસ્વીકૃત ન થાય. રજીસ્ટ્રેશન બાબતે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નં-૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે. રજીસ્ટ્રેશન તેમજ ખરીદ કેન્દ્રખાતે બારદાન અંગેનો કોઇ ખર્ચ ખેડૂતે ભોગવવાનો રહેતો નથી, તેમ નાયબ જિલ્લા મેનેજર(ગ્રેડ-2),ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ., સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટર. અલ્પેશ પટેલ.વડાલી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.