તેજસ એકસપ્રેસને આણંદ સ્ટોપેજ ન અપાતા રોષ - At This Time

તેજસ એકસપ્રેસને આણંદ સ્ટોપેજ ન અપાતા રોષ


આણંદ જિલ્લો એનઆરઆઇ હબ તરીકે ઓળખાય છે. ત્યારે વિઝા લેવા ,વેપારધંધા અર્થે મોટી સંખ્યામાં મુસાફરો મુંબઇ દૈનિક જતાં હોય છે. આશ્ચર્યની વાત એ છે તેજસ એકસપ્રેસ ટ્રેન નડિયાદ સવારે 7 કલાકે સ્ટોપેજ હોવાથી રાત્રે 9 કલાકે મુંબઇ પહોંચી જતી હોવાથી આણંદ શહેરમાંથી મુસાફરોને અવર જવર માટે છેક નડિયાદ સુધી લાંબુ થવું પડશે.
આજે જ્યારે આણંદ જિલ્લામાં હજારો વ્યકિતઓ વિઝા અને પાસપોર્ટ તથા ધંધા વ્યાપાર માટે મુંબઈ દરરોજ જતા હોય છે ત્યારે રેલવે વિભાગના આ નિર્ણયથી આણંદના પ્રજાજનોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.