રાજકોટ અમૂલ સર્કલ પાસેથી ભિક્ષાવૃત્તિમાંથી મુક્ત કરાવતી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ.
રાજકોટ શહેર તા.૨૩/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર AHTU (એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ) ની ટીમે ખાનગી માહિતી પરથી ભાવનગર રોડ પર અમૂલ સર્કલ પાસેથી ભિક્ષાવૃત્તિ કરતા બાળકોને મુક્ત કરાવ્યા હતા. આ અંગેની વધુ વિગતો મુજબ AHTU ટીમને અમુક બાળકો રોડ પર ચાર રસ્તા નજીક પસાર થતાં વાહનચાલકો પાસે ભિક્ષા માંગી રહ્યા છે, તેવી માહિતી મળી હતી, આથી આ બાળકોને ભિક્ષાવૃત્તિમાંથી મુક્ત કરાવવા અને તેઓની સુરક્ષા અર્થે જિલ્લા બાળ સુરક્ષા એકમનાં સ્ટાફની સાથે રાજકોટ શહેરની AHTU ટીમ દ્વારા અમૂલ સર્કલ પાસે તાત્કાલિક રેઇડ કરતા પાંચ બાળકો ભિક્ષાવૃત્તિ કરતા નજરે પડ્યા હતા. આ બાળકોને રેસ્ક્યુ કરી તેમના વાલીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. અને બાળકોના વાલી પાસે ભવિષ્યમાં બાળકો પાસે ભિક્ષાવૃત્તિ નહીં કરાવે, તેવી લેખિતમાં બાંયધરી લેવામાં આવી હતી. સર્વ શિક્ષા અભિયાન હેઠળ બાળકોના અભ્યાસની વ્યવસ્થા કરી શકાય તથા ફરીથી બાળકો ભિક્ષાવૃત્તિનાં કામમાં ન જોડાય, તે હેતુસર કાઉન્સેલિંગ માટે ચાઇલ્ડ વેલ્ફેર કમિટી સમક્ષ બાળકો સાથે વાલીને ઉપસ્થિત રહેવા સૂચના આપી હતી. આ કામગીરીમાં AHTU P.I ભાર્ગવસિંહ ઝણકાટ, પોલીસ કોન્સ્ટેબલ હસમુખભાઈ બાલધા, બાળ સુરક્ષા એકમના દેવાંશીબેન ટાંક, AHTU ના કુલદીપસિંહ ઝાલા જોડાયા હતા.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે
