મહા શિવરાત્રી મેળા ને લઈ જૂનાગઢ રાજકોટ અને જૂનાગઢ કાંસિયા નેસ વચ્ચે ફેર સ્પેશ્યલ ટ્રેન દોડાવશે - At This Time

મહા શિવરાત્રી મેળા ને લઈ જૂનાગઢ રાજકોટ અને જૂનાગઢ કાંસિયા નેસ વચ્ચે ફેર સ્પેશ્યલ ટ્રેન દોડાવશે


મહાશિવરાત્રી મેળા માટે જૂનાગઢ-રાજકોટ અને જૂનાગઢ-કાંસિયા નેશ વચ્ચે “ફેર સ્પેશિયલ ટ્રેન” દોડાવવામાં આવશે અને ઘણી ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવશે
ભાવનગર મંડલના જૂનાગઢ ખાતે દર વર્ષે મહાશિવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવે છે. ભાવનગર ડિવિઝનના સિનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, “મહાશિવરાત્રી મેળા” સંબંધિત ભીડને ધ્યાનમાં રાખીને, આ સમયગાળા દરમિયાન યાત્રિયોને સુવિધા આપવા માટે રેલ્વે પ્રશાસને જૂનાગઢ-રાજકોટ અને જૂનાગઢ-કાંસિયા નેશ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે. આ સાથે ઘણી ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવશે, જેની વિગતો નીચે મુજબ છે:-
જૂનાગઢ-રાજકોટ-જૂનાગઢ મેળા સ્પેશિયલ ટ્રેન
જૂનાગઢથી રાજકોટ માટે 15.02.2023 થી 21.02.2023 સુધી (16.02.2023 અને 20.02.2023 સિવાય) "મેળા સ્પેશિયલ ટ્રેન" ચલાવવામાં આવશે. ઉપરોક્ત દિવસોમાં આ વિશેષ ટ્રેન રાજકોટથી સવારે 10.40 કલાકે ઉપડશે અને જૂનાગઢ સ્ટેશને બપોરે 12.45 કલાકે પહોંચશે. તેવી જ રીતે આ ટ્રેન જૂનાગઢથી 15.30 કલાકે ઉપડશે અને 17.55 કલાકે રાજકોટ પહોંચશે. આ ટ્રેન વડાલ, ચોકી સોરઠ, જેતલસર, નવાગઢ, વીરપુર, ગોમટા, ગોંડલ, રીબડા, રાયકા અને ભક્તિનગર સ્ટેશન પર બંને દિશામાં ઉભી રહેશે.
જૂનાગઢ-કાંસિયા નેશ-જૂનાગઢ મેળા સ્પેશિયલ ટ્રેન
જૂનાગઢથી કાંસિયા નેશ માટે 15.02.2023 થી 21.02.2023 દરમિયાન "મેળા સ્પેશિયલ ટ્રેન" ચલાવવામાં આવશે. ઉપરોક્ત દિવસોમાં આ વિશેષ ટ્રેન જૂનાગઢથી સવારે 11.10 કલાકે ઉપડશે અને બપોરે 13.20 કલાકે કાંસિયા નેશ સ્ટેશન પહોંચશે. તેવી જ રીતે આ ટ્રેન કાંસિયા નેશથી 13.40 કલાકે ઉપડી જૂનાગઢ 16.00 કલાકે પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં તોરણીયા, બિલખા, જુની ચાવંડ, વિસાવદર અને સતાધાર સ્ટેશનો પર ઉભી રહેશે.
વધારાના કોચ
ઉપલબ્ધતા અનુસાર 15.02.2023 થી 21.02.2023 સુધી ટ્રેન નં. 19119/19120 સોમનાથ-અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ, 09513/09514 વેરાવળ-રાજકોટ-વેરાવળ પેસેન્જર, 19207/19208 પોરબંદર-સોમનાથ-પોરબંદર એક્સપ્રેસ અને 09522/09521 સોમનાથ-રાજકોટ-સોમનાથ પેસેન્જરમાં વધારાના કોચ લગાવવામાં આવશે.તેવી યાદી માશૂક અહમદ
વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક પશ્ચિમ રેલવે ભાવનગર મંડલ દ્વારા જણાવેલ છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.