કાલાવડ રોડ પર હોટેલના રૂમમાં ચાલતા જુગારધામમાં ક્રાઇમ બ્રાંચનો દરોડો : ૧ાા લાખ સાથે પાંચ પકડાયા - At This Time

કાલાવડ રોડ પર હોટેલના રૂમમાં ચાલતા જુગારધામમાં ક્રાઇમ બ્રાંચનો દરોડો : ૧ાા લાખ સાથે પાંચ પકડાયા


રાજકોટ તા. ૧ : શહેરના કાલાવડ રોડ પર આવેલી આર.પી.જે. હોટેલના રૂમમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી હોટલના રૂમમાં તીનપતીનો જુગાર રમતા પાંચ શખ્‍સોને પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર આવેલી આર.પી.જે. હોટલના રૂમમાં કેટલાક શખ્‍સો જુગાર રમતા હોવાની ક્રાઇમ બ્રાંચના પી.આઇ. જે.વી.ધોળાને બાતમી મળતા હોટેલ આર.પી.જે.ના ચોથામાળે આવેલા રૂમ નં. ૪૬૧૬માં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા અમીન માર્ગ હીંગળાજનગર શેરી નં. ૩ના વિપુલ પ્રવિણભાઇ બગથરીયા (ઉ.વ.૨૪), યુનિવર્સિટી રોડ જલારામ-૨ના રાજ રજનીકાંતભાઇ ગોહેલ (ઉ.૩૦), દોઢસો ફૂટ રોડ પર રવિરત્‍ન પાર્કના રમેશ પોપટભાઇ કગથરા (ઉ.૬૦) તથા જૂનાગઢ ઝાંઝરડા રોડ ખાખીનગર બ્‍લોક નં. ૪૦૧ના જલ્‍પેશ રણછોડભાઇ જાખણીયા (ઉ.વ.૪૩) અને મોરબી પંચાસર રોડ રાજનગર સોસાયટીના વિવેક મનસુખભાઇ ભાટીયા (ઉ.વ.૨૭)ને પકડી લઇ રૂા. ૧,૫૭,૦૦૦ની રોકડ સહિતની મત્તા કબ્‍જે કરી હતી. પોલીસની પૂછપરછમાં વિપુલ પ્રાઇવેટ નોકરી કરે છે. તેણે બપોરે હોટલનો રૂમ બુક કરાવી બહારથી માણસોને એકઠા કરી નાલ ઉઘરાવી જુગાર રમાડતો હતો. જલ્‍પેશ અને વિવેક વેપાર કરે છે અને રાજ ડ્રાઇવીંગ કરે છે. આ કામગીરી પી.આઇ. જે.વી.ધોળા, એ.એસ.આઇ. ભરતભાઇ વનાણી, બલભદ્રસિંહ જાડેજા, હેડ કોન્‍સ. મહિપાલસિંહ, કનકસિંહ, જયદેવસિંહ, વિરેન્‍દ્રસિંહ તથા કોન્‍સ. ચેતનસિંહ દ્વારા કરવામાં આવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.