જાદરમાં મહાદેવના ત્રિ-દિવસીય લોકમેળાનો રંગારંગ આરંભ
જાદરમાં મહાદેવના ત્રિ-દિવસીય લોકમેળાનો રંગારંગ આરંભ
ઇડર તાલુકાના જાદર ગામે સુપ્રસિદ્ધ યાત્રાધામ મહાદેવના મંદિરનો મેળાનો પ્રારંભ 5 તારીખથી થયેલ છે. જેમાં મોટી સંખ્યામાં મનોરંજન વિભાગ,ખાણી-પીણીના સ્ટોલ્સ, રમકડાની દુકાનો ની મજા માણવા આજુ૬બાજુ ગામના લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ લોકો આવતા હોય છે. તેમને તકલીફ ના પડે તે માટે ગ્રામ પંચાયત દ્વારા ખૂબ જ સરસ કામગીરી કરવામાં આવે છે. વિવિધ પ્રકારની સગવડો એવી કે પાણીની વ્યવસ્થા આરોગ્યની સગવડ, પાર્કિંગની વ્યવસ્થા અગાઉથી કરવામાં આવે છે. પાર્કિંગની વ્યવસ્થા માટે ગ્રામ પંચાયતની રજૂઆતના મુદ્દે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ જાદર ખાતે ખૂબ જ સરાહનીય પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવેલ જેનો લાભ તમામ શ્રદ્ધાળુએ લીધેલ. અને લોકોએ મેળાની મજા લીધેલ.હતી
રાજકમલસિંહ પરમાર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.