રાજકોટ "નો વન લેફ્ટ બિહાઇન્ડ" દરેક દિવ્યાંગ મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવે, કલેક્ટરશ્રી - At This Time

રાજકોટ “નો વન લેફ્ટ બિહાઇન્ડ” દરેક દિવ્યાંગ મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવે, કલેક્ટરશ્રી


રાજકોટ શહેર તા.૨૩/૭/૨૦૨૨ ના રોજ દિવ્યાંગ મતદારોને ચૂંટણી પ્રક્રિયામાં સહભાગિતા અને સુવિધાઓ મળી રહે તે માટે રાજકોટ જીલ્લા કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુની અધ્યક્ષતામાં મીટીંગ યોજાયેલ હતી. "નો વન લેફ્ટ બિહાઇન્ડ" કન્સેપટ સાથે કલેક્ટરશ્રીએ ભારપૂર્વક અપીલ કરતા જણાવ્યું કે દરેક દિવ્યાંગ મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવે અને ચૂંટણી પ્રક્રિયામાં પોતાની સહભાગીદારી નોંધાવે. આગામી તા.૧૨-૮-૨૦૨૨ થી તા.૧૧-૯-૨૦૨૨ દરમિયાન ખાસ મતદારયાદી સુધારણા કાર્યક્રમ યોજનાર છે. આ કાર્યક્રમમાં જે દિવ્યાંગજનોને તા.૧/૧૦/૨૦૨૨ ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ થતા હોય અને તેઓના નામ મતદારયાદીમાં નોંધાયેલા ન હોય તેવા મતદારયાદીમાં પોતાનું નામ અવશ્ય નોંધાવે તેવી કલેક્ટરશ્રી દ્વારા અપીલ કરવામાં આવી હતી. રાજકોટ જીલ્લામાં હાલ ૧૫,૩૪૫ દિવ્યાંગ મતદારો નોંધાયેલા છે. દિવ્યાંગ મતદારોને પ્રેરણા પુરી પાડવા માટે દિવ્યાંગ મતદારોના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રાજકોટ જીલ્લા કક્ષાએથી શ્રી શૈલેષભાઈ પંડ્યાની નિમણૂક કરવામાં આવી છે. તાલુકા કક્ષાએ દિવ્યાંગ મતદારોને મદદરૂપ થવા તાલુકા બ્રાન્ડ એમ્બેસેડરની નિમણુક ટૂંક સમયમાં કરવામાં આવનાર છે. રાજકોટ જીલ્લાની તમામ સરકારી તથા ખાનગી સ્કૂલમાં દિવ્યાંગજનોને તકલીફ ન પડે તે ધ્યાને રાખી યોગ્ય રેમ્પ અને દિવ્યાંગજનો માટે શૌચાલયની વ્યવસ્થા થાય તે સુનિશ્ચિત કરવા પણ કલેક્ટરશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું. દિવ્યાંગજનો PWD એપ્લિકેશન ડાઉનલોડ કરી તેનો મહત્ત્મ ઉપયોગ કરે તેવો ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો. દિવ્યાંગ મતદારો માટે આયોજિત મિટિંગની શરૂઆત મા મામલતદારશ્રી એમ.ડી.દવેએ સૌને આવકારી ખાસ મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંગે માહિતી આપી હતી. જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી મેહુલ ગોસ્વામી, જીલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી તથા વિકલાંગ સંસ્થાઓ વતી યુનિક વિકલાંગ ટ્રસ્ટના શ્રી શૈલેષભાઇ પંડ્યા અને પ્રયાસ પેરેન્ટ્સ એસોસિએશનના પ્રમુખ પૂજાબેન હાજર રહ્યા હતા.

રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.