જસદણ બેઠકમાં સાત મતદાન મથકો મહિલા સંચાલિત રહેશે
જસદણ બેઠકમાં સાત મતદાન મથકો મહિલા સંચાલિત રહેશે
જસદણ વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણી પંચ દ્વારા મહિલાઓને પ્રધાન્ય આપવાના ભાગરૂપે દરેક વિધાનસભા દીઠ અમુક મતદાન મથકો મહિલા સંચાલિત રાખવામાં આવે છે જેના ભાગરૂપે જસદણ વિધાનસભા બેઠકના કુલ ૨૬૧ મતદાન મથકો પૈકી સાત બુથ સખી બુથ રહેશે એટલે કે મહિલા સંચાલિત રહેશે.
જસદણ વિધાનસભા બેઠકમાં ૧૧૦૭ મતદારો ધરાવતું રૂપાવટી પ્રાથમિક શાળાનું રૂપાવટી ૧ નામનું મતદાન મથક, ૮૮૬ મતદારો ધરાવતું લીલાપુર કન્યા પ્રાથમિક શાળાનું લીલાપુર એક નામનું મતદાન મથક, ૬૯૯ મતદારો ધરાવતું જસદણની કન્યાશાળાનું જસદણ - ૫ નામનું મતદાન મથક, ૧૩૫૯ મતદારો ધરાવતું જસદણના વાજસુરપરા કુમાર પ્રાથમિક શાળા ખાતેનું જસદણ - ૭ નામનું મતદાન મથક, ૧૪૮૬ મતદારો ધરાવતું જસદણના વીંછિયા રોડ ઉપર બીઆરસી ભવન ખાતેનું જસદણ ૧૧ નામનું મતદાન મથક, ૧૪૭૩ મતદારો ધરાવતું
જસદણની સરદાર પટેલ પ્રાથમિક શાળાનું જસદણ - ૨૫ નામનું મતદાન મથક, ૧૧૬૦ મતદારો ધરાવતું કંધેવાળીયા ગામની નવી પ્રાથમિક શાળા ખાતેનું કંધેવાળીયા - ૧ નામનું મતદાન મથક એમ કુલ સાત મતદાન મથકો જસદણ વિધાનસભા વિસ્તારમાં સખી બુથ એટલે કે મહિલા સંચાલિત રહેશે. આ તમામ મતદાન મથકમાં ચૂંટણી પંચ દ્વારા મુકવામાં આવેલા પ્રિસાઇડિંગ ઓફિસર, ફસ્ટ પોલિંગ સહિતના તમામ પાંચ કર્મચારીઓ તેમજ સલામતી માટેનો સ્ટાફ સહિતનાં તમામ સ્ટાફ તરીકે મહિલાઓ હશે. જોકે આ મહિલા મતદાન મથકોમાં નોંધાયેલા પુરુષ, મહિલા સહિતના તમામ મતદારો મતદાન કરી શકે છે. માત્ર સ્ટાફ તરીકે જ મહિલાઓ હોય છે. જસદણના ચૂંટણી અધિકારી રાજેશ જી. આલના માર્ગદર્શન હેઠળ આ તમામ મતદાન મથકો માટેની કામગીરી ચાલી રહી છે.
એટ ઘીસ ટાઇમ ન્યુઝ જસદણ 720388088
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.