બોટાદ સબિહા હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા શિવકુભાઈ ખાચરે માનવતાની મહેક બતાવી
બોટાદ સબિહા હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા શિવકુભાઈ ખાચરે માનવતાની મહેક બતાવી
બોટાદ જિલ્લાના ધુફાનિયા ગામે અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં ઇજાગ્રસ્ત ને બોટાદની સબિહા હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા ત્યારે ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ દર્દીને તાત્કાલિક ભાવનગર ખાતે આવેલી બ્રિજેશ શાહ હોસ્પિટલ ખાતે લઇ જવાના છે ત્યારે હાજરમાં કોઈ એમ્બ્યુલન્સનો ડ્રાઇવર ન હતો અને દર્દીનો જીવ બચાવવા માટે સબીહા હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા શીવકુભાઈ ખાચર હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે પરંતુ કોઈ ડ્રાઇવર હાજર ન હતો અને કોઈ વ્યક્તિનો જીવ બચ્ચે એ માટે શિવકુભાઈ ખાચરે એમ્બ્યુલન્સ ચલાવીને અંદાજે 1 કલાકને 30 મિનિટમાં એમ્બ્યુલન્સ ભાવનગર ખાતે આવેલ બ્રિજેશ શાહ હોસ્પિટલ ખાતે પહોંચાડેલ જ્યાં દર્દીને સમયસર હોસ્પિટલ પહોંચતા દર્દીને તાત્કાલિક સારવાર મળી ગઈ અને દર્દીનો જીવ બચી ગયો ત્યારે આ શિવકુભાઈ ખાચરે માનવતા દર્શાવી અને એક વ્યક્તિને નવું જીવનદાન મળ્યું છે ત્યારે આ શિવકુભાઈ ખાચર જેવા યુવાનોને બિરદાવવા લાયક છે.
રિપોર્ટર:-ચેતન ચૌહાણ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.