ગાંધીનગર ખાતે આવેલી એસ.એસ.વી શાળામાં વસંતોત્સવની ઉજવણી કરવામાં આવી - At This Time

ગાંધીનગર ખાતે આવેલી એસ.એસ.વી શાળામાં વસંતોત્સવની ઉજવણી કરવામાં આવી


ઋતુઓની રાણી વસંત ના આગમનની સાથે જ જાણે કે ધરતી ખીલી ઉઠે છે.પ્રકૃત્તિ ના મહોત્સવની સાથે સાથે જ્ઞાન અને મા શારદા નો સંગમ છે.હિંદુ સંસ્કૃતિમાં વસંતઋતુના પ્રથમ દિવસને વસંત પંચમી તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે મા સરસ્વતિ,ભગવાન વિષ્ણુ,કૃષ્ણ તેમજ રાધા ને પીળા રંગના વસ્ત્રો,અને ફુલો થી શણગારી ને ગુલાલ ધૂપ દીપ અને જળ અર્પણ કરીને તેમની પૂજા કરવામાં આવે છે.માતા સરસ્વતીની પૂજા થી થતા જ્ઞાન અને કળાના સમાવેશથી મનુષ્ય ના જીવન માં સુખ અને સમૃધ્ધી આવે છે. ગાંધીનગર ખાતે આવેલી એસ.એસ.વી શાળામાં પણ દર વર્ષે આ દિવસની ઉજવણી ખુબ જ ધામધૂમ થી કરવામાં આવી.આ વર્ષે પણ આ દિવસે શાળામાં વિધાર્થીઓ એ માતા સરસ્વતીની પૂજા કરી અને તે અનુરૂપ નૃત્ય કર્યુ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.