શિવ સમાન કૉઇ દાતા નહી વિપત વીદારન હાર ઘેલા સોમનાથ મંદિરે બાળપણમાં ભીક્ષાવૃતિ કરતા અનાથ બાળકને મહાદેવ કૃપાથી ભણવાની તક મળી, બન્યા નાયબ મામલતદાર છેલ્લા શ્વાસ સુધી મંદિરે માનદ સેવા કરવાના ઑરતા
તૅરીક્રુપા બીના ના હીલૅ ઍક તનુ લૅતૅ સ્વાચ્છ શિવ તૅરી દયાછૅ તનુતનુ 72 વર્ષના મનુભાઈ શીલું 25 વર્ષથી ઘેલાસોમનાથ મંદીર ખાતે નિઃશુલ્ક સેવા આપી રહ્યા છે.
નાનપણમાં માતાપિતાની છત્રછાયા ગુમાવી બેસનાર બાળકે ઘેલા સોમનાથના સાનિધ્યમાં આશરો લઈ ત્યાં જ ભક્તિ સાથે કાળાસર પોતાના ગામમાં ભિક્ષા વૃત્તિ કરી. પરંતુ મહાદેવના આશીર્વાદ વરસતા આ બાળકે દાન દક્ષિણાની રકમથી અભ્યાસ કરવાનો નિર્ધાર કર્યો અને કંઇક કરી છૂટવાના સંકલ્પ સાથે મહેનત કરી નાયબ મામલતદાર બનવા સુધીની સંંઘર્ષમય સફર ખેડી. ઇશ્વર કૃપા અને મજબૂત ઇરાદા હોય તો જીવનમાં કશું જ અશક્ય નથી તે વાત સાર્થક કરનાર શિવભક્ત મનુભાઇ શીલું હાલ ઘેલા સોમનાથ મંદિરે ખડેપગે નિઃશુલ્ક સેવા આપી રહ્યા છે.
મૂળ કાળાસરના વતની અને રાજગોર બ્રાહ્મણ પરિવારમાંથી આવતા મનુભાઈ શીલું પોતાના પર વરસેલી શિવકૃપા અંગે જણાવે છે કે, બાળપણથી જ માતાપિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. જ્યારે 10 વર્ષની ઉંમરમાં જ અનાથ બની જતાં ખૂબ સંઘર્ષ કર્યો.ઘેલાસોમનાથ નજીકના ગામ કાળાસર ભિક્ષા વૃત્તિ કરી લોટ પણ માગ્યો એટલું જ નહીં ઘેલા સોમનાથ મંદિરના પગથિયા પર ઉભા ઉભા ભાવિકોને ચાંદલા કરી દક્ષિણાથી ગુજરાન ચલાવ્યું. ભણવામાં હોશિયાર પરંતુ પૈસાના અભાવે 7 ધોરણ પછી અભ્યાસ છોડી દીધો હતો, પરંતુ કોઈનું નહિ એમના મહાદેવ હોય તેમ ઘેલા સોમનાથની કૃપાથી આગળ ભણવાનું ઘેલું લાગ્યું અને સીધી જ ધોરણ 10 પરીક્ષા આપી પાસ થતા જ નોકરી ની ઓફર પહાતીયા તરીકે પ્રથમ નોકરી મળી. સંઘર્ષ કરી આગળ વધતા વધતા કલાર્ક તરીકે માળિયા મિયાણા ત્રણ માસ ફરજ બજાવી. પરંતુ મહાદેવે એવો હાથ જાલેલ એથી ફરી જસદણ ખેંચી લાવ્યા હોય તેમ ત્રણ મહિનામાં જસદણમાં કલાર્ક અને ત્યારબાદ નાયબ મામલતદાર તરીકે એક જ સ્થળે નોકરી પૂર્ણ કરી. પિતા ગુમાવ્યા બાદ પાલક પિતા જ ઘેલા સોમનાથ બની ગયા હોય તેમ પુત્રને અળગો ન કર્યો તેથી હવે મારે આખું જીવન મહાદેવના ચરણોમાં જ વિતાવવું છે. નિવૃત્તિ બાદ છેલ્લા વીસ વર્ષથી ઘેલાસોમનાથ મંદિરે સેવા કરી રહ્યો છું.વહીવટી તંત્ર ડેપ્યુટી કલેકટર રાજેશ આલ તેમજ જસદણ વીંછીયા મામલદાર અસવાર સહિત સમગ્ર સ્ટાફ મનુભાઈ શીલું ના કામ થી સંતુષ્ઠ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મનુદાદા સેવાભાવથી હાલ આખા મંદિરનું વહીવટી કામ સંભાળી રહ્યા છે. 72 વર્ષના મનુદાદા ઘેલા સોમનાથની 60 વર્ષથી સેવા અર્ચના કરી રહ્યા છે. તેમણે જ 2009માં મંદિરમાં અન્નક્ષેત્રની શરૂઆત કરી હતી અને હાલ અહીં હજારો લોકો બપોરનો પ્રસાદ લઈ રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.