જસદણમાં વ્યાજના પૈસાએ શિયાળામાં ઉનાળા જેવી ગરમી પકડી : 2 ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ - At This Time

જસદણમાં વ્યાજના પૈસાએ શિયાળામાં ઉનાળા જેવી ગરમી પકડી : 2 ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ


જસદણમાં વ્યાજના પૈસાએ શિયાળામાં ઉનાળા જેવી ગરમી પકડી : 2 ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

જસદણ તાલુકાના કોઠી ગામે રહેતા જનકભાઈ ગોરધનભાઈ ઝાપડિયા ઉંમર વર્ષ 26 ધંધો ખેતી મજૂરી જેને જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે સંજયભાઈ પ્રાગજીભાઈ પરમાર જેવો રહીશ ગઢડીયા તથા મનસુખભાઈ કાગડિયા આસોપાલવ પાન સામેની શેરી વિંછિયા રોડ જસદણ જેની પાસેથી દવાખાનાના કામે પૈસાની જરૂર પડતા બંને પાસેથી 50000 રૂપિયા એક દિવસના 1500 લેખે વ્યાજે લીધા હતા જેના એક મહિનાનું 45,000 વ્યાજ થાય જે ₹40,000 વ્યાજ ચૂકવી દીધેલ છતાં અવારનવાર ઘરે આવી વ્યાજની ઉઘરાણી કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી અને મોતનો ભય બતાવી ફરિયાદીનું આધારકાર્ડ પાનકાર્ડ આરસીબુક તથા બે ચેક પડાવી લીધેલ અને વધુ વ્યાજ વસૂલવા માટે ફરિયાદીને માનસિક ટોર્ચર કરતા સંજયભાઈ પરમાર તથા મનસુખભાઈ કાગડિયા વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશનમાં ઇપીકો ક. 384, 386, 323 ,504 , 506 (૨) 114 તથા ગુજરાત નાણાધિરધાર કરનાર અધિનિયમ 2011 ની ક.5,33,40,42 મુજબ ફરિયાદ નોંધાવી હતી અને જસદણ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.