જામજોધપુર તાલુકામાં વિવિધ શાળાઓમાં નશામુક્ત ભારતની પ્રતિજ્ઞા લેવામાં આવી - At This Time

જામજોધપુર તાલુકામાં વિવિધ શાળાઓમાં નશામુક્ત ભારતની પ્રતિજ્ઞા લેવામાં આવી


ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની સુચના અનુસાર 78 મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે સમગ્ર રાજ્યમાં અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અન્વયે આજરોજ તારીખ 12 ઓગસ્ટના રોજ "વિકસિત ભારત કા મંત્ર, ભારત હો નશે સે સ્વતંત્ર" થીમ આધારિત શાળા, કોલેજોમાં નશામુક્તિ અંગેના શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા.

જેમાં જામજોધપુર તાલુકામાં આવેલ મેઘપર, જામવાડી, શેઠવડાળા, મેલાણ, માંડાસણ ગામે તાલુકા શાળાઓ અને પ્રાથમિક શાળાઓમાં આચાર્યશ્રી, શિક્ષક મિત્રો, વિદ્યાર્થીઓ અને હાજર ગ્રામજનો દ્વારા સામૂહિક પ્રતિજ્ઞા ગ્રહણ કરવામાં આવી હતી. તેમ તાલુકા વિકાસ અધિકારી જામજોધપુર દ્વારા જણાવાયું છે.

રિપોર્ટ વિજય બગડા જામજોધપુર જામનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image