સ્ટોકમાર્કેટમાં આકર્ષક વળતરની લાલચ આપી વેપારી સાથે 96.96 લાખની ઠગાઇ
ઇન્સ્ટાગ્રામમાં ઇન્વેસ્ટમેન્ટની રિલ્સના આધારે સાયબર ગઠિયાઓએ ફસાવ્યા
વેપારીએ રકમ ઉપાડવાની કોશિશ કરી તો જુદા-જુદા ચાર્જના નામે રૂપિયા પડાવ્યા
રાજકોટના વેપારીએ શેરમાર્કેટમાં ઉંચા વળતરની લાલચે રૂ.96.96 લાખ ગુમાવ્યા હતા. આકર્ષક વળતરની રિલ્સ જોઇ તેનાથી આકર્ષાયા હતા.રાજકોટના જૂના એરપોર્ટ રોડ પરના રોયલ ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં રહેતા અને નવાગામમાં અતુલ એન્ટરપ્રાઇઝ નામે ઓટો પાર્ટસનું વેરહાઉસ ચલાવતા કૃણાલ જયંતિભાઇ ચાંદ્રા (ઉ.વ.40)એ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં અલગ અલગ બેંક એકાઉન્ટ ધરાવતા ત્રણ બેંક એકાઉન્ટ ધારક હોવાનું કહ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
