બોટાદ જિલ્લાની સૌથી મોટી ગ્રામપંચાયત જે નગરપાલિકા સમકક્ષ ગણી શકાય તેવા રાણપુર ગામમાં અનેકવિધ પાયાની સુવિધાને લઈ હાડમારી ત્યારે નગરપાલિકા ફાળવવા સહિતના અનેકવિધ વિકાસના કામો અંગે અગાઉ અનેક રજૂઆત છતાં કોઈ પરિણામ ન આવતાં ગ્રામજનો દ્વારા મૌન રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી આગામી દિવસોમાં ગામ બંધ ધરણા આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ - At This Time

બોટાદ જિલ્લાની સૌથી મોટી ગ્રામપંચાયત જે નગરપાલિકા સમકક્ષ ગણી શકાય તેવા રાણપુર ગામમાં અનેકવિધ પાયાની સુવિધાને લઈ હાડમારી ત્યારે નગરપાલિકા ફાળવવા સહિતના અનેકવિધ વિકાસના કામો અંગે અગાઉ અનેક રજૂઆત છતાં કોઈ પરિણામ ન આવતાં ગ્રામજનો દ્વારા મૌન રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી આગામી દિવસોમાં ગામ બંધ ધરણા આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ


બોટાદ જિલ્લાની સૌથી મોટી ગ્રામપંચાયત રાણપુર કે જે 25 હજારથી પણ વધુ લોકોની વસ્તી ધરાવે છે જે નગરપાલિકા સમકક્ષ ગણી શકાય ત્યારે રાણપુર ગામ અનેકવિધ સુવિધાથી વંચિત છે અને વિકાસની જરૂરિયાત છે જેને લઈ અગાઉ ઉચ્ચ કક્ષાએ અનેક વખત જિલ્લાથી લઈ મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી હોવા છત્તાં પણ કોઈ નિરાકરણ ન આવતા રાણપુર ગામના સરપંચ સહિત ગ્રામપંચાયતના સભ્યો વેપારી મંડળના હોદ્દેદારો વેપારીઓ સહિતના ગ્રામજનો દ્વારા આજે મૌન રેલી યોજવામાં આવી હતી જે મૌન રેલી રાણપુર ગ્રામ પંચાયત કચેરીથી બસ સ્ટેન્ડ થઈ ઝવેરચંદ મેઘાણી ચોક થઈ મામલતદાર કચેરી સુધી યોજાઈ હતી હાથમાં ફ્લેકસ બેનર સાથે માંગો ઉઠાવી મૌન રેલી યોજી વિરોધ દર્શાવી અને રાણપુર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આગામી સમયમાં જો કોઈ નિર્ણય ન થાય તો આગામી દિવાસો આ રાણપુર ગામ બંધ સહિત ધરણા અને આંદોલન કરવાની તૈયારી દર્શાવતા ચીમકી ઉચ્ચારી હતી આવેદનપત્ર માં રાણપુર ગામના મહત્ત્વના કામોની માંગણીમાં સૌ પ્રથમ તો રાણપુર ગામને નગરપાલિકા ફાળવી નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે તેમજ ગામમાં એકપણ ફાયર ફાઇટર ન હોય તો ફાયર ફાઈટર ફાળવવાની માંગ તેમજ રાણપુર ગામમાં હાલ પાણીનો પૂરતો સ્ટોક કરવાનો અભાવ હોય જેથી ગ્રામજનોને હાલ 6 દિવસે પાણી વિતરણ કરાતા પાણીની ભારે અગવડ પડી રહી છે, તો ગામના તમામ મુખ્ય રોડ રસ્તા તેમજ ગટર લાઈન, રેલવે અંડર બ્રીજ સહિતના અનેકવિધ વિકાસના કામોની માંગ કરવામાં આવી હતી.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.