ધંધુકાનો ઈજનેર વેપારી પાસેથી 1.20 લાખની લાંચ લેતા ઝડપાયો
અમદાવાદ જીલ્લા ના ધંધુકાનો ઈજનેર વેપારી પાસેથી 1.20 લાખની લાંચ લેતા ઝડપાયો
મેન્ટેનન્સના બિલ પાસ કરવા પૈસા માગ્યા હતા
અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના 54 ગામોમાં પાણી સપ્લાય કરવાના મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ ધરાવતા વેપારીના 4 મહિનાના બિલ પાસ કરવા માટે રૂ. 1.20 લાખની લાંચની માગણી કરનાર નાયબ કાર્યપાલક ઈજનેર વૈભવ શ્રીવાસ્તવની એસીબીએ ધરપકડ કરી હતી.
આ કેસની વિગત એવી છે કે, એક કોન્ટ્રાક્ટર ધંધૂકા તાલુકાના 54 ગામમાં પાણી પૂરવઠાંના સપ્લાયના મેન્ટેનન્સ ના કામ કરતા હતા તેમના ત્રણ મહિનાના બિલ પેન્ડિંગ હતા, પરંતુ ધંધુકાના નાયબ કાર્યપાલક ઈજનેર વૈભવ અચલકુમાર શ્રીવાસ્તવ તે બિલ મંજૂર કરતા ન હતા. તેમણે બિલમાં એક પણ રૂપિયો કાપ્યા વગર પાસ કરી આપવા માટે એક મહિનાના બિલ પેટે રૂ. 30 હજાર લેખે 4 મહિનાના બિલના રૂ. 1.20 લાખ માગ્યા હતા. કોન્ટ્રાક્ટર વૈભવ શ્રીવાસ્તવને પૈસા આપવા માગતો ન હોવાથી તેમણે એસીબીમાં ફરિયાદ કરી હતી. જેના આધારે ટીમે છટકું ગોઠવી ધંધૂકા ખાતેની ઓફિસમાં જ રૂ. 1.20 લાખની લાંચ લેતા વૈભવ શ્રીવાસ્તવને રંગેહાથે ઝડપી લીધાં હતાં.
રીપોર્ટર. : સી કે બારડ
મો. : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.