સાબરકાંઠા જીલ્લાના નેત્રમ શાખા ( કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર ) - At This Time

સાબરકાંઠા જીલ્લાના નેત્રમ શાખા ( કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર )


સાબરકાંઠા જીલ્લાના નેત્રમ શાખા ( કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર ) ધ્વારા હિંમતનગર શહેર વિસ્તારમાં સી.સી.ટી.વી કેમેરા આધારે બેગ શોધવામાં સફળતા સાંપડેલ છે પોલીસ અધિક્ષક શ્રી વિશાલકુમાર વાઘેલા સાહેબ નાઓએ સાબરકાઠાં જીલ્લામાં બનેલ ગુન્હાઓ સી.સી.ટી.વી. દ્વારા શોધી કાઢવા સારૂ સુચના આપેલ હોય જે સંદર્ભ ઇન્ચાર્જ ના.પો.અધિક્ષક શ્રી બી . સી . બારોટ સાહેબ મુખ્ય મથક હિંમતનગર સાબરકાઠાંના માર્ગદર્શન હેઠળ નેત્રમ કમાંડ કંટ્રોલ પો.સ.ઇ આર.કે.રાવત નાઓના સુપરવિઝન હેઠળ ફરજ બજાવતા ( ૧ ) પો.કો હરસિધ્ધસિંહ જવાનસિંહ બ.નં. ૬૭ તથા ( ૨ ) વુ.પો.કો. શિલ્પાબેન તખતસિંહ બ.નં ૭૦૮ ( ૦૩ ) પૂજાબેન વિનુસિંહ બ.ક.નં. ૦૨૪૮ નેત્રમ કમાન્ડ કંટ્રોલ સાબરકાઠાં ટીમ ધ્વારા હિંમતનગર શહેરમાં લગાવેલ સી.સી.ટી.વી કેમેરા દ્વારા મોનીટરીંગ કરતા . 2 of for આજરોજ તા . ૦૩/૦૯/૨૦૨૨ બી ડીવી પો.સ્ટે.અરજી આધારે અત્રેના નેત્રમ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ ખાતે અરજદાર મંસુરી મોહમદ અદનાન . જે રહે . રોયલ રેસીડેંસી , આર . ટી . ઓ સર્કલ , હિમતનગરના અત્રે આવી અરજીમાં દર્શાવેલ વિગતે રોયલ રેસિડેંસી , આર . ટી . ઓ સર્કલ થી પોસ્ટ ઓફિસ જવા રિક્ષામાં બેઠેલ અને પોસ્ટ ઓફિસ ઉતરતા તેઓની બેગ રિક્ષામાં રહી ગયેલ હોય જે બાબતે નેત્રમના સી.સી.ટી.વી. ફૂટેજ ચેક કરતા પાણપુર પાટીયા લોકેશનના કેમેરામાં તે રિક્ષા જોવા મળેલ જેનો નંબર ANPR કેમેરામાં જોતા GJ18 AY 1283 નો હોય રિક્ષા ચાલકને શોધી નેત્રમ કમાન્ડ કંટ્રોલ ખાતે બોલાવેલ અને પૂછપરછ કરતા બેગ રિક્ષામાં હોય તેવુ જણાવેલ અરજદારની બેગમાં અગત્યના એજ્યુકેશન સર્ટી હતા અને તેઓનું B.A.M.S. મેડીકલનું આજે ફોર્મ ભરવાનું હોય ડોક્યુમેન્ટ મળતા મેડીકલ વિધ્યાર્થીનું ભાવી ન બગડે અને સમયે ફોર્મ ભરાય તે બાબતની ખુશી વ્યક્ત કરેલ . આમ સાબરકાંઠા જીલ્લાના નેત્રમ શાખા ( કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર ) ધ્વારા હિંમતનગર શહેર વિસ્તારમાં સી.સી.ટી.વી કેમેરા આધારે બેગ શોધવામાં સફળતા સાંપડેલ છે .

આબીદઅલી ભુરા
હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.