ATM તથા ઘરફોડ ચોરી સહિતના 15 ગુનાનો આરોપી રાજકોટ LCBના હાથે ઝડપાયો; છેલ્લા બે વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર હતો - At This Time

ATM તથા ઘરફોડ ચોરી સહિતના 15 ગુનાનો આરોપી રાજકોટ LCBના હાથે ઝડપાયો; છેલ્લા બે વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર હતો


નડિયાદ જિલ્લા જેલના છેલ્લા બે વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર આરોપીને ATM ચોરી તથા ઘરફોડ ચોરી સહિતના 15 ગુનાનો ભેદ ઉકેલી રાજકોટ LCB ઝોન- 2 પોલીસે ધરપકડ કરી છે. અલગ-અલગ દેશની વિદેશી ચલણી નોટો સહિત કુલ 5.71 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ આરોપી રાત્રિ દરમિયાન ડિસમિસ અને ગ્રાઈન્ડર મશીનનો ઉપયોગ કરી શોરૂમ તેમજ ATM ચોરીને અંજામ આપતો હતો. જ્યારે પોલીસ તપાસમાં આરોપી વિરુદ્ધ અગાઉ 29 જેટલા ગુના નોંધાઇ ચુક્યા હોવાનું સામે આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.