અમરેલીની શાંતાબા જનરલ હોસ્પિટલ ખોટા કેસો કરવા માટે કૂખ્યાત
તા.24-08-2022
અમરેલીના નાના માચિયાળા ગામે રહેતા અને સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતાં નાગજીભાઈ ચાચીયા પર અજાણ્યા ૧૫ માણસોએ હિચકારો હુમલો કર્યો હતો. જેના કારણે થોડીવાર માટે નાસભાગ મચી ગઈ હતી. આ અંગે તેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ, અમરેલી સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. પોતાની ફરજના ભાગરૂપે દર્દીઓને મળવા આવતા તેના સગા વહાલાઓને ફરજ પરના ડોક્ટરની સુચનાથી તેઓને ટ્રોમા સેન્ટરમાંથી બહાર જવાનું કહેતા આરોપીઓએ તેમને માર મારવાના ઇરાદે ઢીકાપાટુનો મૂંઢમાર મારવા લાગ્યા હતા. જે પૈકી એક આરોપીએ તેમની જ્ઞાતિ પૂછી કે જ્ઞાતિ વિશે જેમ ફાવે તેમ બોલી આજે તો તને જાનથી મારી જ નાખવો છે તેમ કહી માથું ટ્રોમા સેન્ટરની બહારની દિવાલ સાથે ભટકાવ્યું હતું.
આ ઘટના બાદ સિક્યુરીટી ગાર્ડે ૧પ લોકો સામે માર મારવાની ફરિયાદ નોંધાવી છે. પરંતુ ત્યાં હાજર રહેલા અન્ય લોકોએ આ બાબતે જણાવ્યું હતું કે, શાંતાબા જનરલ હોÂસ્પટલના સિક્યુરીટી ગાર્ડે દર્દીના કુટુંબીજનો સાથે ઉદ્ધત વર્તન કર્યું હોય, જેના કારણે આ બાબતે માથાકૂટ થઇ હતી.
શાંતાબા જનરલ હોસ્પિટલ ઉદ્ધત વર્તન માટે કૂખ્યાત
અમરેલીની શાંતાબા જનરલ હોસ્પિટલ દ્વારા ભૂતકાળમાં પણ અનેક દર્દીઓના સગા-સંબંધીઓ સાથે ગેરવર્તન કર્યાના બનાવો બન્યા છે. આ અગાઉ એક ચેનલના પત્રકારને પણ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી અને ત્યારબાદ બીજા એક કેસમાં પણ દર્દીના સગાને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની ફરિયાદ કરવાની ધમકી આપી હતી. આજે પણ વધુ એક દર્દીના સગા સાથે ઉદ્ધત વર્તન કરવામાં આવ્યું હોવાથી મારામારી થઇ હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે હોસ્પિટલના સંચાલકો દ્વારા અમુક મળતિયાઓને જાણે ખોટા કેસ કરવાનો હવાલો સોંપવામાં આવ્યો હોય તેવું લોકો જણાવી રહ્યા છે. આ અંગે આરોગ્ય મંત્રી દ્વારા ઉચ્ચ કક્ષાએથી તપાસ સોંપવામાં આવે તેવી રજૂઆત થઇ હોવાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
રિપોર્ટ :- અશ્વિન બાબરીયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.