ખેડા માર્ગ અને મકાન વિભાગ દ્વારા નડિયાદ પીપલગ ચોકડીથી વલેટવા ચોકડી ફોરલેન કરવા વાઇડનિંગ એન્ડ સ્ટ્રેન્ધનીગના કામનું ખાતમુહૂર્ત કરાયું
ખેડા માર્ગ અને મકાન વિભાગ દ્વારા નડિયાદ પીપલગ ચોકડીથી વલેટવા ચોકડી ફોરલેન કરવા વાઇડનિંગ એન્ડ સ્ટ્રેન્ધનીગના કામનું ખાતમુહૂર્ત કરાયું....
ખેડા માર્ગ અને મકાન વિભાગ દ્વારા નડિયાદ પીપલગ ચોકડીથી વલેટવા ચોકડી (કિ.મી. 3/00 થી 9/00)સુધીના સ્ટેટ હાઇવે નં-89 ને ₹ 1942.44 લાખના ખર્ચે ફોરલેન કરવા વાઇડનિંગ એન્ડ સ્ટ્રેન્ધનીગના કામનું ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ તથા નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના વરદ્ હસ્તે સંપન્ન થયું હતું...
આ રસ્તા પર ચાંગા ચારૂસેટ હોસ્પિટલ અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા આસપાસના ગામના લોકો વ્યવહાર અને વેપાર અર્થે રોજ નડિયાદ ખાતે અવર જવર કરતા હોઈ આ રસ્તા પર ટ્રાફિક વધેલ છે સદર રસ્તો ચાર માર્ગીય થવાથી પ્રજાજનોને સુગમતા રહેશે અને સમયની પણ બચત થશે...
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ, R&B વિભાગના એન્જિનિયર સાલવી, ડે. એન્જીનીયર જીગરભાઈ, નડિયાદ નગરપાલિકાના પ્રમુખ રંજનબેન, નડિયાદ શહેર સંગઠન પ્રમુખ હિરેનભાઈ, મહામંત્રી તેજસભાઇ, જિલ્લા પંચાયત સભ્ય દિનેશભાઈ, પીપલગ સરપંચ મનીષભાઈ, તાલુકા કારોબારી ચેરમેન રશ્મિભાઈ, ઉપપ્રમુખ રમેશભાઈ, સરપંચ ઓ,તાલુકા પંચાયતના સભ્ય ઓ, નગરપાલિકાના કાઉન્સિલર ઓ, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા...
રિપોર્ટર
અમીત પટેલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.