જસદણનાં નિઃસ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટની ત્રીજી વર્ષગાંઠના આભાર વંદના કાર્યક્રમ યોજાયો
જસદણનાં નિઃસ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટની ત્રીજી વર્ષગાંઠના આભાર વંદના કાર્યક્રમ યોજાયો
જસદણ શહેરમાં કોરોના કાળથી નિઃસ્વાર્થ ભાવે અવિરત સેવાકાર્ય કરતી બિન રાજકીય સંસ્થા નિઃસ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જસદણની તૃતિય વર્ષગાંઠ નિમિતે દાતાઓ અને સરકારી હોસ્પિટલમાં પ્રસંશનીય સેવાકાર્ય કરતા ડોકટરો તેમજ વિવિધ વિભાગના નર્સિંગ સ્ટાફ અને કર્મચારીઓને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો.રાકેશ મૈત્રીના અધ્યક્ષ સ્થાને દાતાઓની ઉપસ્થિતમાં આભાર વંદના કાર્યક્રમનું આયોજન જસદણ સરકારી હોસ્પિટલના મુખ્ય પટાંગણમાં કરવામા આવ્યું હતુ. નિઃસ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જસદણના પ્રમુખ મેહુલભાઈ એસ.સંઘવીએ સ્વાગત પ્રવચનમાં ટ્રસ્ટના નિઃસ્વાર્થ સેવાકાર્યોમાં સહભાગી થનાર તમામ દાતાઓ તેમજ ડોકટરો સહિતના સ્ટાફનો આભાર માની હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર લઈ રહેલા દર્દીઓને મદદરૂપ થવા માટે તત્પરતા દાખવી હતી. ટ્રસ્ટના કન્વીનર તેમજ અગ્રણી ઉદ્યોગપતિ અને મુખ્ય દાતા દિનેશભાઈ વેકરીયાએ જણાવ્યું હતુ કે સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સુવિધામાં વધારો કરવા માટે સતત પ્રયત્નશીલતાની સાથે ટ્રસ્ટના સેવાકાર્યોને વધુ વેગવંતુ બનાવવા માટે ટ્રસ્ટમાં નવા સેવાભાવી સભ્યોને સ્થાન આપી સંખ્યામાં વધારો કરવામાં આવશે. સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો.રાકેશ મૈત્રીએ સરકાર તરફથી વિવિધ વિભાગમાં વિનામૂલ્યે સારવાર લઈ રહેલા દર્દીઓ માટેની સારવાર સુવિધા અને યોજના અંગે સૌને માહિતગાર કર્યા હતા. પ્રાસંગિક પ્રવચનમાં કમળાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડો. ધવલ ગોંસાઈ અગ્રણી, ઉદ્યોગપતિ ઈમરાનભાઈ ખિમાણી, સુરેશભાઈ ધોળકીયા, કિશોરભાઈ બોદર (જીવાપર), રફીકભાઈ રવાણી સહિતના આગેવાનોએ જસદણ સરકારી હોસ્પિટલ અને નિઃસ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જસદણના નિઃસ્વાર્થ સેવાકાર્યોને બિરદાવી પૂરતો સહયોગ આપવાની તૈયારી દર્શાવી હતી. ડો. કુશલ સામાણી, ડો. રિન્કલ ઉનડકટ, ડો. અફઝલ ખોખર, નર્સિંગ સ્ટાફના હેડ જયશ્રીબેન વડાલીયા, બેનાબેન રાઠોડ, શોભનાબેન વેકરીયા, ભાવિનીબેન શેઠ, તાલુકા હેલ્થ સુપરવાઈઝર જીતુભાઈ પટેલ, રફીકભાઈ મિઠાણી, વિનુભાઈ ઢોલરીયા, વિશાલભાઈ ભટ્ટ, વિનુભાઈ ગુજરાતી, વિપુલભાઈ ભટ્ટ સહિતના મહેમાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સેવાકાર્યમાં સહભાગી થનાર સૌને પ્રોત્સાહિત કર્યા હતા.
કાર્યક્રમનું સંચાલન નિમેશભાઈ શુક્લે અને આભારવિધી કમળાપુર આરોગ્ય વિભાગના એમ.પી.એચ.ડબલ્યુ. પિયુષભાઈ શુક્લાએ કરી હતી. ટ્રસ્ટના ઉપપ્રમુખ વલ્લભભાઈ જીંજુવાડીયા, મંત્રી અશોકભાઈ ઠકરાળ, ખજાનચી હર્ષાબેન ચાવડા, સહમંત્રી હસમુખભાઈ મકવાણા, ટ્રસ્ટી રશ્મિનભાઈ શેઠ, પુનમબેન ઠકરાળ, ડિમ્પલબેન સંઘવી, સલાહકાર સમિતિના સદસ્ય રઘુભાઈ ભલગામડીયા, ચંદ્રેશભાઈ જયસ્વાલ, પિયુષભાઈ વાજા, આયોજન સમિતિના સદસ્ય વિજયભાઈ એન.રાઠોડ, તરૂણભાઈ પરમાર, પ્રશાંતભાઈ વાઘેલા, દુર્લભજીભાઈ ભુવા, દામજીભાઈ ગોહિલ, કબીર રાઠોડ, નિશીત એમ. સંઘવી સહિતના સદસ્યોએ આભાર વંદના કાર્યક્રમને યાદગાર બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.
(ધર્મેશ કલ્યાણી દ્વારા)
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.