જામનગરના બેડેશ્વર વિસ્તારમાં મંડપ સર્વિસના ગોડાઉનમાં મોડી રાત્રે આગની દુર્ઘટનાથી દોડધામ
- ફાયર બ્રિગેડની ટીમે ત્રણ ફાયર ફાયટરોની મદદથી ત્રણ કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધીજામનગર તા 24 જુન 2022,શુક્રવાર જામનગરના બેડેશ્વર વિસ્તારમાં મંડપ સર્વિસના એક ગોદામમાં રાત્રિના ત્રણ વાગ્યે અકસ્માતે આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમે ત્રણ કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આગના કારણે મંડપ સર્વિસના લાકડાના ટેકા ચોકા, પ્લાયવુડ ની સીટ સહિતનો જથ્થો બળીને ખાખ થઇ ગયો છે.જામનગરના બેડેશ્વર વિસ્તારમાં મંડપ સર્વિસના ગોડાઉનમાં મોડી રાત્રે આગની દુર્ઘટનાથી દોડધામ#jamnagar #Fire #MandapServiceGodown pic.twitter.com/C0T6XV8Zh6— Gujarat Samachar (@gujratsamachar) June 24, 2022 આ આગના બનાવની વિગત એવી છે કે જામનગરના બેડેશ્વર વિસ્તારમાં મંડપ સર્વિસનું કામ સંભાળતા રસીદભાઇ માલાણીનું મંડપ સર્વિસના માલ-સામાનનું ગોદામ આવેલું છે, જેમાં કન્ટ્રકશન કામમાં ઉપયોગમાં લેવાતા લાકડાના ટેકા ચોકા, ઉપરાંત પ્લાયવુડની સીટ વગેરેનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હતો. જેમાં અકસ્માતે આગ લાગી ગઈ હતી.જે આગના બનાવ અંગે જામનગર મહાનગરપાલિકાની ફાયરબ્રિગેડને જાણ કરાતાં બેડી વિસ્તારના ફાયર સ્ટેશનના અધિકારી અનવર ગજ્જણ અને તેમની ટીમ દ્વારા જુદા-જુદા ત્રણ ફાયર ફાયટરોની મદદથી આગને બુઝાવી હતી. પાણીના ત્રણ ટેન્કર વડે સતત ત્રણ કલાક સુધી ફાયરિંગ કર્યું હતું. આગ કાબુમાં આવી જતાં આસપાસના વિસ્તારના લોકોએ હાશકારો અનુભવ્યો હતો. આગનું ચોક્કસ કારણ અને નુકસાનીનો અંદાજ જાણી શકાયો નથી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.