વડોદરા: મચ્છીપીઠમાં દબાણની કામગીરી દરમ્યાન અડચણ ઊભી કરનાર મહિલા વિરુદ્ધ ફરિયાદ - At This Time

વડોદરા: મચ્છીપીઠમાં દબાણની કામગીરી દરમ્યાન અડચણ ઊભી કરનાર મહિલા વિરુદ્ધ ફરિયાદ


વડોદરા,તા.26 ઓગષ્ટ 2022,શુક્રવારવડોદરા શહેરના મચ્છીપીઠ વિસ્તારમાં ગઈકાલે મોડીરાત્રે કોર્પોરેશનની દબાણ શાખાની ટીમે સપાટો બોલાવી નડતરરૂપ શેડ તોડવા સાથે લારી ગલ્લા સહિતના દબાણો જપ્ત કર્યા હતા. આ દરમિયાન દબાણ શાખાની કામગીરીમાં અડચણ ઊભી કરનાર મહિલા વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા કોર્પોરેશનની દબાણ શાખા ટીમ દ્વારા ગઈકાલે મચ્છી પીઠ વિસ્તારમાં નડતરરૂપ લારીગલ્લાના દબાણો અને શેડ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન વિસ્તાર સંવેદનશીલ હોવાના પગલે કારેલીબાગ સહિતના પોલીસ મથકના કર્મીઓ, ક્રાઈમ બ્રાન્ચની ટીમ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે ચુસ્ત બંદોબસ્ત માટે ખડકાયો હતો. દરમ્યાન સૈયદ કરિયાણાની દુકાન પાસે દબાણ હટાવવાની કામગીરી ચાલુ હતી. તે સમયે એક બહેને લારીઓ તથા શેડ હટાવવા નહીં દઈએ તેમ કહી વાતાવરણ ડહોળાવા સાથે અડચણ ઊભી કરી હતી. તેમને સમજાવવા પહોંચેલ પોલીસકર્મીને પણ અપશબ્દો કહ્યા હતા. જેથી પોલીસે મહિલાની  અટકાત કરી પૂછતાજ કરતા શબનમ ખાલીડમિયા શેખ ( રહે - સૈયદ કરિયાણાની દુકાન સામે, મચ્છી પીઠ ) હોવાનું બહાર આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.